Home »Madhya Gujarat »Latest News »Anand» Prosecutor Bam Formed 72 Thousand Robbery In Umreth Hamidapura

ઉમરેઠ: માતાજીના જ્વારાનો ખર્ચ ન કરવો પડે તેથી રૂ.72 હજારની લૂંટનું તરકટ રચ્યું

Bhaskar News, Anand / Nadiad | Feb 02, 2017, 23:52 PM IST

આણંદ/ નડિયાદ: ઉમરેઠ તાલુકાના હમીદપુરામાં બે દિવસ અગાઉ દંપત્તિને માર મારી ત્રણ ઈસમોએ લૂંટ આચરી હોવાની ફરિયાદ ઉમરેઠ પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. જોકે, આ અંગે ઉમરેઠ પોલીસ અને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસમાં લૂંટની ફરિયાદ કરનારા આરોપીએ જ ખોટી ફરિયાદ કરી હોવાનું ખૂલ્યું હતું. પોલીસે ધરપકડ બાદ પૂછપરછ ધરી હતી. જેમાં તેમના ઘરે બીજા દિવસે માતાજીના જ્વારાનો પ્રસંગ હોઈ ખર્ચ ન કરવો પડે તે હેતુસર જ તેના પિતાજી સાથે મળીને લૂંટનું તરકટ રચ્યું હોવાનું જણાવ્યું હતું.
 
78 હજારની લૂંટ આચરી હોવાની ફરિયાદ નોંધાવી હતી
 
ઉમરેઠના હમીદપુરામાં રહેતા મહેશભાઈ તેમજ તેના પત્ની સીતાબેન ગત 31મીના રોજ રાત્રે ઘરમાં ઊંઘી રહ્યા હતા ત્યારે ત્રણ ઈસમોએ તેમના ઘરમાં પ્રવેશી મહિલાના ગળા પર તિક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોંચાડી રૂા. 78 હજારની લૂંટ આચરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ સંદર્ભે ઉમરેઠ પોલીસ અને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. જેના પગલે પોલીસે તેમની સઘન પૂછપરછ હાથ ધરી હતી. જેમાં મહેશભાઈ ભાંગી પડ્યા હતા. અને તેમણે તેમના પિતાજી દિનેશ ચુનારા સાથે મળીને જ લૂંટનું કાવતરૂં ઘડ્યું હોવાની કબુલાત કરી હતી. એ સમયે રાત્રે દિનેશ ગરમ ટોપી પહેરી મોંઢું ઢાંકી આવ્યા હતા. 
 
મકાનની તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડા રૂા. 2 હજાર ચોરી લીધા
 
અને તેમની વહુ જ્યાં સુતી હતી ત્યાં તેના ગળાના ભાગે બ્લેડથી ઈજા પહોંચાડી મકાનની તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડા રૂા. 2 હજાર ચોરી લીધા હતા. બાકી ઘર પાસે પૂળામાં સંતાડી દીધા હતા. આ મત્તા તેમણે તેમના દીકરા મહેશના સાઢુભાઈ કિશન કોડવાગામવાળાને આપી હતી. જે કિશનભાઈએ દિનેશના વેવાઈ દિપા ચુનારાને આપી હતી. બનાવમાં 78 હજારની નહીં પરંતુ માત્ર બે હજાર જ ચોર્યા હતા. બીજા દિવસે માતાજીના જ્વારાનો ખર્ચ ન કરવો પડે તે હેતુસર જ ચોપડે ખોટી ફરિયાદ નોંધાવી હોવાની કબુલાત બંનેએ કરી હતી. પોલીસે પિતા અને પુત્રની મુદામાલ સાથે ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો,મકાનની ગ્રીલ તોડી તસ્કરો રૂમમાં પ્રવેશી 1.10 લાખની મત્તાની ચોરી કરી ફરાર...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Prosecutor Bam formed 72 thousand robbery in Umreth Hamidapura
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext