Home »Madhya Gujarat »Latest News »Anand» Primary School Student One And Half Hours Closed In Toilet At Umreth

ઉમરેઠ: વિદ્યાર્થિનીને દોઢ કલાક શાળાના ટોયલેટમાં પુરી, વીડિયો થયો વાઇરલ

Bhaskar News, Umreth | Jan 11, 2017, 10:46 AM IST

  • વિદ્યાર્થીની દોઢ કલાક સુધી શાળા ટોયલેટમાં પુરાઇ ગઇ હતી
ઉમરેઠ: ઉમરેઠ તાલુકાના ખાનકૂવા ગામની સરકારી પ્રાથમિક શાળામાં જાણે માનવતા મરી પરવારી હોય તેમ અત્યંત શરમજનક ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જામી છે. જેમાં ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કોઈ અજાણ્યા શખ્સે શાળાના ટોયલેટમાં દોઢ કલાક સુધી પૂરી દીધી હતી. નોંધપાત્ર બાબત તો એ છે કે, આ બનાવનો વીડિયો સોશ્યલ મીડિયામાં પણ વાઇરલ થયો છે. જેના કારણે ભારે હોબાળો મચી ગયો છે. હાલમાં આ બનાવને પગલે સમગ્ર પંથકના રહીશોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. વધુમાં જવાબદાર સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે.

દોઢ કલાક સુધી તેનો અવાજ શિક્ષક સુધી પહોંચ્યો

આ અંગેની શિક્ષણ વિભાગના સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરેઠ તાલુકાની ખાનકૂવા કન્યા પ્રાથમિક શાળામાં ધોરણ 5 માં 12 વર્ષીય વિદ્યાર્થિની સેજલ લલ્લુભાઈ ઠાકોર અભ્યાસ કરે છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના આગલા દિવસે તે શાળા સમય દરમિયાન શૌચક્રિયા માટે ગઈ હતી. દરમિયાન શાળાની અંદર આવેલા ટોયલેટમાં કોઈ અજાણ્યા શખ્સે ટોયલેટને બહારથી સ્ટોપર મારી દીધી હતી. જોકે, બીજી તરફ ટોયલેટમાં રહેલી સેજલે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દરવાજો ખૂલ્યો નહોતો. તેણે ભારે બૂમરાણ મચાવી પરંતુ દોઢ કલાક સુધી તેનો અવાજ શાળાના શિક્ષક, આચાર્ય સુધી પહોંચી શક્યો નહીં. જોકે, બાદમાં એ સમયે કોઈ વિદ્યાર્થિની ત્યાં શૌચક્રિયા માટે આવતા તેણે બંધ ટોયલેટનો દરવાજો ખોલ્યો હતો.

સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થયો

આ બનાવને પગલે કિશોરી એટલી ભયભીત થઈ ગઈ હતી. ચક્કર તેમજ બેભાન થઈ જતાં તેને તાત્કાલિક ઉમરેઠની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી. કિશોરીને સતત બાર દિવસ સુધી સારવાર હેઠળ રાખવામાં આવી હતી. નોંધપાત્ર બાબત તો એ છે કે, આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. કારણ કે એક તરફ સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે ત્યારે બીજી તરફ ખાનકુવા શિક્ષણ વિભાગ આ મામલે બેખબર છે. ત્યારે શું શિક્ષણાધિકારી આ મામલે કોઈ યોગ્ય કાર્યવાહી કરશે ખરા એ સવાલ હાલ સ્થાનિક રહીશોમાં ચર્ચાઈ રહ્યો છે.
 
તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો.....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Primary School Student One and Half Hours Closed in Toilet at Umreth
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext