Home »Madhya Gujarat »Latest News »Anand» Petlad Village 4 In Nilgai Torture Increased Collectors Said Let Fencing

પેટલાદના 4 ગામમાં નીલગાયનો ત્રાસ વધ્યો, કલેક્ટરે કહ્યું...ફેન્સિંગ બનાવી દો

Bhaskar News, Anand | Mar 17, 2017, 23:14 PM IST

  • પેટલાદના 4 ગામમાં નીલગાયનો ત્રાસ વધ્યો, કલેક્ટરે કહ્યું...ફેન્સિંગ બનાવી દો,  anand news in gujarati
(ખેડૂતોની તકલીફને જોતાં નીલગાય પર નિયંત્રણ ખૂબ જ જરૂરી છે)
 
પેટલાદ: પેટલાદ તાલુકાના અરડી અને આસપાસના ચાર ગામોમાં છેલ્લા કેટલાક સમયથી નીલગાય, વાંદરા અને ભૂંડનો અસહ્ય ત્રાસ વધી ગયો છે. ખેડૂતોની નજર સામે જ તેમના ઊભા પાકનો સોથ બોલી રહ્યો છે, છતાં તેઓ કશું કરી શકતાં નથી. આ સંદર્ભે તાજેતરમાં કલેક્ટર સમક્ષ રજુઆત કરતાં તેઓએ ફેન્સીંગ બનાવી દેવી જોઈએ, તેમ કહેતા ખેડૂતોમાં વધુ રોષની લાગણી જન્મી છે. 
 
નિર્જન ચરો સમય જતાં ખેડૂતો માટે શ્રાપ સમાન સાબિત થયો છે
 
પેટલાદ તાલુકાના અરડી ગામે આશરે 85 વિઘામાં પથરાયેલા નિર્જન ચરો સમય જતાં ખેડૂતો માટે શ્રાપ સમાન સાબિત થયો છે. આ નિર્જન ચરાને ફરતા ચાર ગામ છે, જે ગામના ખેડૂતો મુખ્યત્વે કેળ, કપાસ, શાકભાજી જેવા રોકડીયા પાકોનું વાવેતર કરે છે. જોકે, ગામના ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે, સીમ વિસ્તારમાં નીલગાય, બૂંડ અને વાંદરાના અસહ્ય ત્રાસથી ઊભો પાકનો સોથ બોલી જાય છે.
 
નીલગાયની ગંભીર સમસ્યા અંગે કલેક્ટરને રજુઆત કરાઇ હતી
 
ઉભા પાકમાં દોડતાં આ નીલ ગાયના ટોળા પાક પર વિનાસ નોતરે છે.ખેડૂતોના જણાવ્યાનુસાર, નીલગાયની ગંભીર સમસ્યા અંગે કલેક્ટરને રજુઆત કરાઇ હતી. પરંતુ વન અધિકારીની ગેરહાજરી કારણે રજુઆત પડતી મુકાઇ હતી. ફક્ત ફેન્સીંગની વાડ કરવાના કલેક્ટરના ઉતરથી ખેડૂતોમાં નારાજગી વર્તાઇ રહી છે. ઊભા પાકની રખેવાળી કરવા રાત – દિવસ એક સભ્યને ફરજીયાત ખેતરમાં હાજર રહેવું પડે છે. 

દરેક સુવિધા હોવા છતાં ખેતી થઇ શકતી નથી 
 
અરડી સહિત ચાર ગામમાં સીમાડે પાણીની પુરતી સગવડ છે, 14 કલાક લાઇટ છે. રસ્તા પણ યોગ્ય છે. છતાં નસીબના જોરે લાચાર ખેડૂત ખેતી કરી શકતા નથી. આ નિર્જન વગડામાં નીલગાયત, વાંદરા અને ભૂંડનો ત્રાસ હોવાના કારણે ખેડૂતો જઇ શકતાં નથી. 
 
ખેડૂતોની તકલીફને જોતાં નીલગાય પર નિયંત્રણ ખૂબ જ જરૂરી છે
 
‘અરડી પંથકમાં નીલ ગાયોને પકડીને અન્યત્ર ખસેડવામાં આવે અથવા વધતી જતી વસતીને નિયંત્રણ કરવામાં આવે તો પાક ઉત્પાદનમાં વધારો થઇ શકે છે.’-અમિત કુમાર પટેલ, અગ્રણી 

ફેન્સીંગની સબસીડી આપવા ફંડ જ નથી 
 
ખેતરને ફરતે ફેન્સીંગ કરવા સહાય અપાતી હતી. પરંતુ અરજીઓનો વધારો થતા ફંડ ન હોવાથી યોજના બંધ કરાઇ છે. જેના બદલે 30 એકર જમીનના માલિક અથવા 30 એકર વિસ્તાર બનાવીને ફેન્સીંગ કરાય તો સરકાર સહાય આપે છે.-સી.બી. રાણા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, પેટલાદ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Petlad village 4 in Nilgai torture increased Collectors said Let fencing
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended