Home »Madhya Gujarat »Latest News »Anand» People Get Angry Over Government Policy At Khambhat

ખંભાત: કોલેજના નામે પ્રજાને છેતરતી સરકાર, સ્થાનિકોમાં રોષ

Bhaskar News, Khambhat | May 19, 2017, 00:19 AM IST

  • ખંભાત: કોલેજના નામે પ્રજાને છેતરતી સરકાર, સ્થાનિકોમાં રોષ,  anand news in gujarati
ખંભાત:રોજગારી અને ઉચ્ચ શિક્ષણ વિકટ સમસ્યા છે. સરકાર દ્વારા છેલ્લા 20 વર્ષથી બંદર અને 12 વર્ષથી ઈજનેરી કોલેજ માટે પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ થતાં સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે. આ અંગે માજી મંત્રીએ કમિશ્નર, ટેકનીકલ શિક્ષણ કચેરી ગાંધીનગરને ખંભાતમાં છેલ્લા 12 વર્ષથી પોલીટેકનીક તેમજ ઈજનેરી કોલેજ અંગે નેતાઓ દ્વારા અપાતા વચનો અંગે ખાતરી કરતી માહિતી મંગાઈ હતી.
 
જેના ઉત્તરમાં માહિતી અધિકારી પી.બી.શાહે ટેકનીકલ કમિશ્નર કચેરી ગાંધીનગરે જણાવ્યું હતું કે ‘વર્ષ 2015 માં પીપીપી મોડલ હેઠળ ઈજનેરી તેમજ પોલીટેકનીક કોલેજ શરુ કરવા GMDCને જવાબદારી સોંપવાનું વિભાગની બોર્ડ બેઠકમાં નક્કી કરાયું હતું. જે માટેની શક્યતાઓ જીએસએફસી અને શિક્ષણ વિભાગે ચકાસવાનું નક્કી કરાયું હતું.’ હાલની સ્થિત જૈસે થે હોઈ 2015થી મળેલી મંજુરી છતા તમામ બાબતો માત્ર કાગળ પર જ છે.
 
ઈજનેરી અને પોલીટેકનીકના ૩ હજાર બાળકોનું અપડાઉન
 
હાલમાં ખંભાતના 8 હજારથી વધુ બાળકોને 60 કિલોમીટર દુર નડિયાદ કે આણંદ ખાતે ઈજનેરી, પોલીટેકનીક, લો,મેડીકલ, નર્સિંગ, એમસીએ, એમબીએ, એમએસડબ્લ્યુ, પીજીડીસીએ સહિતના મહત્વના તમામ અભ્યસ્ક્રમો માટે જવું પડે છે. જેમાં 3 હજાર જેટલા ટેકનીકલ શિક્ષણ મેળવતા બાળકો ખંભાતમાં કોર્ષ ન હોઈ અપડાઉન કરે છે.- હાર્દિક અંજારા, વિદ્યાર્થી અગ્રણી, ખંભાત
 
સ્પષ્ટ ઉત્તર આપવા કમિશ્નર અસમર્થ
 
આરટીઆઈ જેવા શસ્ત્રને પણ સરકારી તંત્ર ઘોળીને પી જાઈ છે. ખંભાતના બાળકો 2થી 3 કલાકની મુસાફરી કરી ઉચ્ચ અભ્યાસ માટે જીલ્લા મથકે કે બહાર જઈ રહ્યા છે. હાલની સ્થિતિએ કોલેજ નિર્માણની પ્રગતિ અહેવાલ માંગ્યો તો પણ કચેરી ૨૦૧૫ની જ વિગતો આપે છે.- જયેન્દ્ર ખત્રી, માજી મંત્રી, ખંભાત.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: People get angry over government policy at Khambhat
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended