Home »Madhya Gujarat »Latest News »Anand» Paying Rs 7 Crore For Railway Notice To Anand Municipal Corporation

32 વર્ષનું ઉઘરાણું: રેલવેની આણંદ પાલિકાને નોટિસ, રૂ. 7 કરોડ ભરો

Bhaskar News, Anand | May 18, 2017, 03:55 AM IST

આણંદ:આણંદ શહેરની સામરખા ચોકડી વચ્ચે રેલવે લાઇન પર 32 વર્ષ અગાઉ ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો હતો. જે તે સમયે પાલિકાના સત્તાધીશોએ ઓવરબ્રીજની બાજુમાં આવેલું રેલવે ફાટક ચાલુ રાખવા માટે રજુઆત કરી હતી. રેલવેતંત્રએ પાલિકાને ફાટકનો નિભાવણી ખર્ચ આપવાની શરતે ફાટક ચાલુ રાખ્યો હતો. તે વાતને 32 વર્ષ થવા છતાં પાલિકાતંત્ર દ્વારા આજદિન સુધી ફાટકનો મેઇન્ટેન્સનો ખર્ચ ચુકવવામાં આવ્યો નથી. જેથી પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ફાટકના મેન્ટેન્સની 32 વર્ષથી બાકી પડતી રકમ પેટે રૂ.7 કરોડની નોટિસ આણંદ નગરપાલિકાને પાઠવી છે.

- નિભાવખર્ચ ન ચૂકવતા પાલિકાને નોટિસ આપી
- ફાટક ચાલુ રાખવા પાલિકાએ રેલવેથી ખાસ મંજૂરી લીધી

આણંદ શહેરના ભાલેજ માર્ગ પર અમદાવાદ-વડોદરા  મેઇન રેલવે લાઇન પસાર થાય છે. આજથી 32 વર્ષ અગાઉ રેલવે લાઇન પર ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ પૂર્વ વિભાગમાં આવેલ અમીન મંઝિલ, પાધરીયા વિસ્તાર, ગામડી જવા માટેનો માર્ગ હોવાથી ઓવરબ્રીજની બાજુમાં આવેલા રેલવે ફાટક ચાલુ રાખવો જરૂરી હતો. નહીં તો આ વિસ્તારની પ્રજાને ગોળ ફરીને શહેરમાં પ્રવેશવાનો વખત આવ્યો હતો. આ બાબતને ધ્યાને લઇને તે સમયના આણંદ નગરપાલિકાના પ્રમુખ બાબુભાઈ પટેલ, ધારાસભ્ય રણછોડ સોલંકી તથા બૃહદ ખેડા જિલ્લાના કલેકટરે પશ્ચિમ રેલવે વિભાગને રજુઆત કરીને પ્રજાના હિતને ધ્યાને લઇ રેલવે ફાટક ચાલુ રાખવાની માંગ 1989માં કરી હતી.

પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા રેલવે ફાટક ચાલુ રાખવા માટે કેટલીક શરતો કરી હતી. જેમાં રેલવે ફાટકનો મેન્ટેન્સ ખર્ચ તથા રેલવે ફાટક પર ફાટકમેનનો ખર્ચ પાલિકાએ ભોગવવાનો રહેશે. જેથી આણંદ પાલિકાના જે તે સમયના પ્રમુખે આ બાબત ગ્રાહ્ય રાખી હતી. ખેડા જિલ્લા કલેકટર દ્વારા જનહિતમાં રેલવે ફાટક ચાલુ રાખવાની રેલવે વિભાગને ભલામણ કરી હતી. પરંતુ નગરપાલિકાએ આજદિન સુધી ફાટકનો મેન્ટેન્સ ખર્ચ કે ફાટકમેનને પગારના નાણાં ચૂકવ્યા નથી. જેના પગલે પશ્ચિમ રેલવે દ્વારા કલેક્ટરને નોટિસ અપાઇ છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, બાકી નીકળતી રકમ મુદ્દે રેલવેએ પાલિકાને જાણ કરી....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Paying Rs 7 Crore For Railway Notice to Anand Municipal Corporation
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended