Home »Madhya Gujarat »Latest News »Anand» Overall Charotar In Celebrated Shiva Ratri In Mahadev Temple

શિવરાત્રીએ શિવનો સાક્ષાત્કાર: સમગ્ર ચરોતરમાં ‘બોલો હર હર મહાદેવ’નો નાદ

Bhaskar News, Anand/kheda | Feb 25, 2017, 03:29 AM IST

  • શિવરાત્રિના પર્વે ભક્તો શિવમય બની ગયા હતા
આણંદ/ખેડા:મહાશિવરાત્રિના પર્વે શિવભક્તો શિવમય બની ગયા હતા. આણંદ અને ખેડા જિલ્લાના શિવાલયો ઓમ નમ: શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા હતા. શિવાલયોમાં હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ, મહાપૂજા, મહાઆરતી, શોભાયાત્રા, ચાર પ્રહરની પૂજા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સાંજના શિવમંદિરોમાં ફુલવાડી ભરવામાં આવી હતી. વહેલી સવારથી જ શિવમંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
 
શિવરાત્રિના પર્વે ભક્તો શિવમય બની ગયા હતા
 
આણંદમાં આવેલ પ્રાચીન જાગનાથ મહાદેવ મંદિરમાં સવારના હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શિવજીની શોભાયાત્રા નીકળી હતી. શિવભકતો દ્વારા શિવજીની પધરામણી કરાવવામાં આવી હતી. લોટેશ્વર મહાદેવ અને ઓમકારેશ્વર મહાદેવ મંદિરથી પણ શિવજીની શોભાયાત્રા નીકળી હતી. શિવમંદિરોમાં ફૂલોના શણગાર કરવામાં આવ્યા હતા. વહેલી સવારથી ભકતોએ શિવમંદિરમાં પહોંચીને દેવાધિદેવ મહાદેવને જળ અને દૂધનો અભિષેક કરીને બિલીપત્ર અર્પણ કર્યા હતા. સાંજના શિવમંદિરમાં ફૂલવાડી ભરવામાં આવી હતી. શિવરાત્રિના પર્વે ભક્તો શિવમય બની ગયા હતા. 
 
ચાર પ્રહરની પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા
 
આંકલાવ તાલુકાના ભાણપુરા ગામે મહિસાગર નદીના કાંઠે આવેલા પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિના પર્વે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. તદઉપરાંત આણંદ અને ખેડા જિલ્લાના આંકલાવ, બોરસદ, ધર્મજ, પેટલાદ, ખંભાત, કરમસદ, વિદ્યાનગર, નડિયાદ, ખેડા, કપડવંજ, કઠલાલ, મહુધા, મહેમદાવાદ, માતર, ડાકોર, ઉમરેઠ, પંડુળી સહિતના શહેરો, નગરો અને ગામોમાં દેવાદી દેવ મહાદેવને શિવરાત્રી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ હતી. આ નિમિત્તે શોભાયાત્રા, ચાર પ્રહરની પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. 
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: overall Charotar in celebrated Shiva Ratri in Mahadev Temple
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended