Home »Madhya Gujarat »Latest News »Anand» One Girl Died In Truck Collision School Rickshaw In Anand

આણંદ: પૂરપાટે આવતા ટ્રકે સ્કુલ રિક્ષાને અડફેટે લીધી, બાળકીનું કરુણ મોત

Bhaskar News, Anand | Jan 10, 2017, 23:54 PM IST

  • આણંદ: પૂરપાટે આવતા ટ્રકે સ્કુલ રિક્ષાને અડફેટે લીધી, બાળકીનું કરુણ મોત,  anand news in gujarati
આણંદ:ખંભાતના કતકપુર સ્થિત લારીયાના નાકા પાસે સોમવારે સાંજે પૂરપાટ ઝડપે જતા એક અજાણ્યા ટ્રેક્ટરના ચાલકે સ્કુલરિક્ષાને અડફેટે લીધી હતી. જેના કારણે રિક્ષામાં સવાર રિક્ષાચાલક સહિત ચાર વિદ્યાર્થીઓને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જે પૈકી બાળકીને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ખંભાતમાં ઓવરટેક કરવા જતા અડફેટે લીધી

ખંભાતના નવા ગામ વાંટામાં રહેતા મહેન્દ્રસિંહ ફતેસિંહ પઢીયાર રિક્ષા ફેરવીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ સવારે અને સાંજે રાબેતા મુજબ સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘરેથી સ્કુલ અને સ્કુલેથી ઘરે લઈ જાય છે. સોમવારે સાંજે પાંચ કલાકે તેઓ રાબેતા મુજબ સ્કુલમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થી જેમાં ટીષાબેન પ્રકાશભાઈ પ્રજાપતિ, ધ્રુવ પ્રકાશભાઈ પ્રજાપતિ, અને પ્રિયાશી મહેશભાઈ માયાવંશીને લઈને સ્કુલેથી ઘરે આવી રહ્યા હતા. દરમિયાન કતકપુર લારીયાના નાકા પાસે રોડ પરથી તેમની રિક્ષા પસાર થઈ રહી હતી. એ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેક્ટરના ચાલકે તેમને ઓવરટેક કરવા જતા અડફેટે લીધી હતી.

ટ્રેક્ટરના ચાલક વિરૂદ્ધ ફરિયાદ

રિક્ષાના ચાલક મહેન્દ્રસિંહ પઢીયારે રિક્ષા પરથી કાબુ ગુમાવ્યો હતો. રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. રિક્ષામાં સવાર પ્રિયાંશી માયાવંશીને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજી તરફ ટીષા અને તેના નાના ભાઈ ધ્રુવ તેમજ રિક્ષાચાલક મહેન્દ્રસિંહને ગંભીર ઈજા પહોંચી હતી. ટ્રેક્ટરનો ચાલક બનાવ બાદ ટ્રેક્ટર મૂકી ફરાર થઈ ગયો હતો. આ બનાવ સંદર્ભે મૃતક બાળકીના પિતા મહેશભાઈ માયાવંશીએ ખંભાત શહેર પોલીસ સ્ટેશને અજાણ્યા ટ્રેક્ટરના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મોતનો ગુનો નોંધી ટ્રેક્ટરના ચાલકને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: One Girl Died in Truck Collision School Rickshaw in Anand
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext