Home »Madhya Gujarat »Latest News »Anand» Now Jammu And Kashmir In Will Amul Model Poses Source Of Revenue

હવે જમ્મુ કાશ્મીરમાં અમૂલ મોડલથી આવકનો સ્ત્રોત ઉભો કરાશે

Bhaskar News, Anand | Feb 16, 2017, 23:35 PM IST

  • જમ્મૂ-કાશ્મીરના યુવતિઓ અમૂલ ડેરીની મુલાકાત લઇ ઉત્સાહિત જોવા મળી હતી
આણંદ:જમ્મુ કાશ્મીરમાં અમૂલ મોડલથી લોકોની આવકનો સ્ત્રોત ઉભો કરવા સાથે ડેરી ઉદ્યોગને વિકસાવવામાં આવશે. ઉમ્મીદ સાથે સંકળાયેલી અને ઓટોમેટિક મિલ્ક કલેકશન સિસ્ટમ ચલાવતી સેલ્ફ હેલ્પ ગ્રુપની 75 યુવતિએ અમૂલના વિવિધ પ્લાન્ટની મુલાકાત લઇને સહકારી ધોરણે ચાલતી ડેરી પ્રવૃતિની માહિતી મેળવી હતી. જેનો મુખ્ય હેતુ જમ્મુ કાશ્મીરમાં અમૂલ મોડલની સહકારી દૂધ મંડળીઓ સ્થાપીને આવકનો નવો સ્ત્રોત ઉભો કરવાનો છે.
કાશ્મીરી યુવતિઓ માટે અમૂલની સ્ટડી ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું
 
જમ્મુ કાશ્મીર સ્ટેટ રૂરલ લાઇ્વલીહૂડ મિશન(ઉમ્મીદ) અને જમ્મુ કાશ્મીર મિલ્ક પ્રોડ્યુસર કો.ઓપરેટિવ લિમિટેડ દ્વારા યુવતિઓ માટે અમૂલની સ્ટડી ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમ્મીદના ડિસ્ટ્રિકટ પ્રોગ્રામ ઓફિસર ઝાહીદા રસીદે જણાવ્યું હતું કે ‘ઉમ્મીદનો મુખ્ય હેતુ ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને રોજગાર પૂરો પાડવાનો છે. ખેડૂતોએ ભેગા થઇ સહકારી ધોરણે ડેરી સ્થાપીને અમૂલને વિશ્વ વિખ્યાત બ્રાન્ડ બનાવી તે જ રીતે જમ્મુ કાશ્મીરની યુવતિઓ અને મહિલાઓ ઘરની બહાર નીકળી રોજગારી મેળવવા સાથે પોતાની બ્રાન્ડ ઉભી કરે તે માટે પાયો નાંખ્યો છે. 
 
ઔવીસ મિર, સાઝિયા ફારૂક સહિત 77 યુવતિએ ભાગ લીધો
 
યુવતિઓનું સ્વપ્ન સાકાર થઇ જઇ રહ્યું છે. ચાર દિવસની મુલાકાત દરમિયાન અમૂલના પ્લાન્ટ, કેટલફીડ પ્લાન્ટ, ગ્રામ્ય દૂધ મંડળીઓ, ચીઝ પ્લાન્ટ, પનીર પ્લાન્ટ સહિત ઇરમા વગેરેની મુલાકાત લઇને માહિતી મેળવી હતી. સ્ટડી ટૂરમાં જમ્મુની 34 અને કાશ્મીરની 43 યુવતિઓ જોડાઇ હતી. ઉમ્મીદના મિશન ડાયરેક્ટર ડો.જી.એન.કસ્બાના માર્ગદર્શન હેઠળ પ્રવૃતિઓ કરવામાં આવે છે.’ સ્ટડી ટૂરમાં ઔવીસ મિર, સાઝિયા ફારૂક સહિત 77 યુવતિએ ભાગ લીધો હતો.
 
આજીવિકા માટે ડેરી ઉદ્યોગ શ્રેષ્ઠ સ્ત્રોત બની રહેશે
 
‘જમ્મુ કાશ્મીરમાં ચાલતાં ઉમ્મીદ પ્રોગ્રામ હેઠળ સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા આજીવિકા ઉભુ કરવાનું કામ કરવામાં આવે છે. આજીવિકા માટે ડેરી ઉદ્યોગ શ્રેષ્ઠ સ્ત્રોત પુરવાર થઇ શકે છે. એ ઉદ્દેશ્ય સાથે યુવતિઓને અમૂલની મુલાકાતે લાવવામાં આવી હતી. જેથી પ્રત્યક્ષ નિહાળીને તેઓ પણ આ કામ શક્ય હોવાનો આત્મવિશ્વાસ કેળવી શકે. અમૂલના વિવિધ પ્લાન્ટની મુલાકાતથી યુવતિઓ પણ પ્રભાવિત થઇ હતી.’-આર.એસ.સોઢી, એમડી-જીસીએમએમએફ(અમૂલ)
 
આગળની સ્લાઇડમાં વાંચો,50 હજાર લિટર દૂધના બે પ્લાન્ટ કાર્યરત...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Now Jammu and Kashmir in will Amul model poses source of revenue
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext