Home »Madhya Gujarat »Latest News »Anand» Neja Village Of Anand District Famous Place For Gujarati Films Shooting

ગુજરાતનું આ ગામ બન્યું ફિલ્મો માટે આકર્ષણનું કેન્દ્ર, કુદરતી સૌંદર્યથી છે ભરપૂર

Bhaskar News, Khambhat | Apr 22, 2017, 00:00 AM IST

ખંભાત:મધ્ય ગુજરાતમાં પ્રવાસન સ્થળોની કમી છે, તેવા સંજોગોમાં પ્રાચીન નવાબી નગરી નેજાથી કનેવાલ સુધીના વિસ્તારમાં તાડના વૃક્ષો તેમજ પાણીના છીંછરા ઝરાં અને તળાવોને કારણે ફિલ્મ નિર્માતાઓ માટે ફિલ્મ શુટિંગનું આદર્શ કેન્દ્ર બની રહ્યું છે.
 
અનેક ગુજરાતી ફિલ્મોનુ અહીં શુટીંગ થયું છે
 
આ અંગે ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા ગોવિંદ બારોટે જણાવ્યું હતું કે ‘મેં અહીં વિડીયો માટે શુટિંગ કર્યું છે. કારણ કે અહીં નેચરલ વાતવરણ છે. કુદરતી વાતાવરણ અને કેરેલા જેવા દ્રશ્યો અહીં મળે છે. જો સરકાર અહી રીફ્રેશમેન્ટ માટે વ્યવસ્થા ઉભી કરે તો વધુ નિર્માતાઓ-પ્રવાસીઓ ખેચાઇ શકે છે. ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ખંભાત તાલુકામાં ખુબ સારા લોકેશન છે. અગાઉ અનેક ગુજરાતી ફિલ્મોનુ અહીં શુટીંગ થયું છે. ત્યારે પ્રવાસન વિભાગે સક્રિય ભૂમિકા ભજવી અહીં પ્રાથમિક સુવિધાઓ વિકસાવવી જોઈએ.’ ચરોતરમાં નૈસર્ગિક વિસ્તારો અને પ્રવાસન માટે સ્થળો ખૂબ જ ઓછા હોઈ ખંભાતમાં ધાર્મિક એવા શિકોતર મંદિર, વડગામ સ્થિત દરિયા કિનારો, કનેવાલ તળાવ, સેલ્ફી પોઈન્ટ નેજા પ્રવાસીઓને આકર્ષે છે.
 
આગળ જુઓ વધુ તસવીર...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Neja village of Anand district famous place for Gujarati Films Shooting
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended