Home »Madhya Gujarat »Latest News »Anand» NDDB Arunachal Pradesh Will Now Create A 'Gujarat', Develop The Dairy Industry

NDDB અરૂણાચલને હવે ‘ગુજરાત’ બનાવશે : ડેરી ઉદ્યોગનો વિકાસ કરશે

Bhaskar News, Anand | Feb 08, 2017, 23:52 PM IST

  • આણંદ સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ
આણંદ:  શ્વેતક્રાંતિ તરીકે વિખ્યાત આણંદ હવે અરૂણાચલ પ્રદેશમાં પણ શ્વેતક્રાંતિ કરવા પગલું માંડી રહ્યું છે. આ સંદર્ભે આણંદ સ્થિત એનડીડીબી (નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ)એ અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે ખાસ સમજૂતી કરી હતી. જેમાં એનડીડીબી ડેરી ઉદ્યોગને અરૂણાચલ પ્રદેશમાં વિકસાવશે. 
 
અરૂણાચલ પ્રદેશ સરકારનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધી મંડળ જેમાં મુખ્યમંત્રી પેમા ખન્ડુ, નાયબ મુખ્યમંત્રી ચોવના મિન, સંસદીય સચિવ પીડી સોના, મુખ્ય સચિવ શકુન્તલા ગેમલીન અને વરિષ્ઠ અધિકારીઓ અરૂણાચલ પ્રદેશમાં ડેયરીંગ અને ગ્રામીણ આજીવિકાને પ્રોત્સાહિત કરવા માટે એનડીડીબીની મુલાકત લીધી હતી. અરૂણાચલ સરકારે દૂધ ઉત્પાદકોના રસ અને મુખ્યત્વે સહકારી ચળવળ માટે રાજ્યમાં ડેરી વિકાસ માટે તાત્કાલિક પગલાં ભરવા ઉંડો રસ દાખવ્યો હતો.જેમાં ડેરી ઉદ્યોગ વિક્સાવવા NDDB સાથે સમજૂતી કરાઇ હતી.

સંચાલન - ટેકનીકલ સહાય કરાશે..
‘એનડીડીબી સહકારી સંસ્થાને તેમના સભ્યોને સારી સેવા માટે સક્ષમ કરવા અને નવી ઉત્પાદકીય સંસ્થાઓ કે જેઓ સહકારનું સાચું મહત્વ જળવાઇ રહે તે માટે સંચાલકીય અને ટેકનીકલ સહાય કરશે. અરૂણાચલ પ્રદેશના દૂધ ઉત્પાદકોના ધંધાર્થે અને તેને વધુ મહત્વપૂર્ણ બનાવવા માટે એનડીડીબી ડેયરીંગને સહાય કરશે.’

અભ્યાસ કરી સંવર્ધન પોલીસી બનાવાશે
આ એમઓયુ મુજબ એનડીડીબી દૂધ ઉત્પાદન અને વપરાશ ક્ષેત્રે હસ્તક્ષેપ ઓળખવા એક અભ્યાસનું આયોજન કરશે. આ અભ્યાસના આધાર પર ડેરી બોર્ડ અરૂણાચલ પ્રદેશ સરકાર સાથે વાતચીત કરીને એક માર્ગ નકશો તૈયાર કરશે. દૂધાળા પશુ ઉત્પાદકતા વિસ્તારવા માટે સંવર્ધન પોલીસી તૈયાર કરવામાં આવશે.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: NDDB Arunachal Pradesh will now create a 'Gujarat', develop the dairy industry
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended