Home »Madhya Gujarat »Latest News »Anand» Native Breeds Can Withstand Harsh Weather Conditions Say Chairman Of NDDB Dilip Ratha

હવામાનની કપરી સ્થિતિમાં દેશી ઓલાદો ટકી શકશે: NDDBના ચેરમેન દિલીપ રથ

Bhaskar News, Anand | Feb 17, 2017, 23:08 PM IST

  • હવામાનની કપરી સ્થિતિમાં દેશી ઓલાદો ટકી શકશે: NDDBના ચેરમેન દિલીપ રથ,  anand news in gujarati
(એનડીડીબીના ચેરમેન દિલીપ રથે  ડેરી ઇન્ડસ્ટ્રીઝ કોન્ફરન્સને સંબોધિત કર્યા.)
 
આણંદ: ‘દેશી ઓલાદોની જીનેટિક લાક્ષણિકતાઓને કારણે તે હવામાનની કપરી પરિસ્થિતિમાં પણ ટકી શકે છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ(અેનડીડીબી) દ્વારા નેશનલ ડેરી પ્લાન 1 અંતર્ગત સ્થાનિક ઓલાદો વિકસાવવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં 11 ઓલાદ તેમના નિવાસના વિસ્તારોમાં વૈજ્ઞાનિક સિલેક્શન પ્રોગ્રામ દ્વારા વિકસાવવામાં આવી રહી છે. જેમાં કાંકરેજ, રાઠી, સાહિવાલ, હરિયાણા અને થરપારકર પશુ ઓલાદો તથા મૂરરાહ, મહેસાણા, નીલી રવિ, જાફરાબાદી અને પંઢરપુરી ભેંસોની ઓલાદનો સમાવેશ થાય છે.’ એમ એનડીડીબીના ચેરમેન દિલીપ રથે ઇન્ડિયન ડેરી એસોસીએશન દ્વારા આયોજિત 45મી ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
 
દૂધની ઉપજમાં પ્રથમ વેતરમાં 10થી 30 ટકાનો ઘટાડો
 
કલાયમેન્ટ ચેન્જ અને ડેરિંગ વિષય પર પ્રવચન આપતાં એનડીડીબીના ચેરમેન દિલીપ રથે જણાવ્યું હતું કે ‘પશુઓ આવકનો નિયમિત સ્ત્રોત અને અસ્કયામત પુરવાર થયા છે.પાકમાં નુકશાનને કારણે અથવા કુદરતી આફતમાં આવકમાં થતાં નુકશાન સામે તે વીમા જેવું કામ કરે છે. હવામાનના તરાહ અને રિસોર્સ એન્ડોમેન્ટસની ખેતી અને પશુપાલન ઉપર વિપરીત અસર પડે છે. ગરમીને કારણે તણાવ ઉભો થાય તેને કારણે દૂધની ઉપજમાં પ્રથમ વેતરમાં 10થી 30 ટકાનો ઘટાડો તથા બીજા અને ત્રીજા વેતરમાં 5થી 20 ટકાનો ઘટાડો થાય છે.
 
ઠંડી અને ગરમીની દૂધ ઉત્પાદન પર અસર થતી હોય છે
 
આ ઉપરાંત ઠંડી અને ગરમીના મોજાઓને કારણે લાંબા ગાળાની અસર પશુઓ અને ભેંસોના દૂધ ઉત્પાદન પર થતી હોય છે. ગરમીના તણાવની અસર પશુઓના સંવર્ધનને વિપરીતપણે થાય છે અને સંવર્ધન દર સ્વીકાર્ય સ્તર કરતાં ઘટે છે. તાણજનક ગરમીને કારણે રક્તના પ્રવાહથી માંડીને પેશાબ નળીને અસર થતી હોય છે અને તેને કારણે ઉછરતા ગર્ભને તથા વીર્યની ગુણવત્તાને અસર થાય છે.  હવામાનમાં ફેરફાર એ એવો પડકાર છે કે જે સાૈને અસર કરે છે. ડેરી ક્ષેત્રએ એવી વ્યૂહરચનાઓ અપનાવવી જોઇએ કે ડેરી ક્ષેત્રમાંથી ગ્રીનહાઉસ ગેસનું પ્રમાણ ઘટાડી શકે.’
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Native breeds can withstand harsh weather conditions say Chairman of NDDB Dilip Ratha
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext