Home »Madhya Gujarat »Latest News »Anand» Metapura Village Which Is Considered Khambhat Paris Give Pure Water To Cities

ખંભાતનું 'પેરીસ': શહેરોને વેચાણથી શુદ્ધ પાણી આપતું મેતપુર ગામ

Bhaskar News, Khambhat | Feb 03, 2017, 04:08 AM IST

  • મેતપુરના ઝવેરીઓ ઝવેરાતના પારખુઓ ગણાય છે
ખંભાત:ખંભાત તાલુકાનું મેતપુર ગામ જેને ખંભાતનું પેરીસ ગણવામાં આવે છે. ઝવેરાત અને ઝવેરીઓથી શોભતા મેતપુરના ઝવેરીઓનો વ્યવસાય મુંબઈ, જયપુર, દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ, બેંગલોર સહિતના ભરતભરનાં શહેરોમાં ફેલાયેલો છે.ગામમાં બેન્ક, એટીએમ, સીસીટીવી કેમેરા, હાઈસ્કૂલ, પ્રાથમિક શાળા, આરઓ પ્લાન્ટ, આરસીસી.રોડ સહિતની સુવિધા પ્રજજનોએ સ્વ બળે વિકસાવી છે.અહીંના ગ્રામજનોને મફત પણ બાજુમાં આવેલ ખંભાતી શહેરીજનોને વેચાણથી પાણી આપવામાં આવે છે. 
 
સ્ટ્રીટ લાઇટ, બેન્ક, એટીએમ, ઉત્તમ સુવિધાસભર ઉ.મા સુધીની શાળા આવેલી છે
 
આ અંગે નવનિયુક્ત સરપંચ ચંચળબેન પરમાર ના જણાવ્યા મુજબ ‘ખંભાતનું મેતપુર વ્યવસાય સાથે સંકળાયેલું  વિકાસશીલ ગામ છે. મેતપુરમાં સ્વામિનારાયણ મંદિર આસ્થાનું કેન્દ્ર છે. ગામમાં મોટાભાગના લોકો ઝવેરાત સાથે જોડાયેલા છે. ગામમાં સીસીટીવી કેમેરા ઉપરાંત શુધ્ધ જળ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, બેન્ક, એટીએમ, ઉત્તમ સુવિધાસભર ઉ.મા સુધીની શાળા આવેલી છે.આવનાર દિવસોમાં ફ્રી વાઈફાઇ સુવિધા, સોલર સિસ્ટમનાં ઉપકરણો, ઉતમ દવાખાનું નિર્માણ થાય તે માટે સક્રિય કામ કરીશું.’
 
ગામમાં પોતાની આરઓ સુવિધા છે
 
વધુમાં પંચાયતના સભ્ય જયેશભાઇ પરમારે જણાવ્યુ હતું કે ‘અમારા ગામનો નાગરિક વિશ્વભરમાં ફેલાયો છે. ગામમાં પોતાની આરઓ સુવિધા છે. ફિલ્ટર પ્લાન્ટનું શુધ્ધ 20 લિટર પાણી દરેક ગ્રામજનોને મફત આપવામાં આવે છે. ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સમયાંતરે વિવિધ તહેવારો યોજાઇ છે,જે ગામને જોડવાનું કામ કરે છે.ગ્રામજનોમાં અભૂતપૂર્વ અદ્યાત્મિક ભાવના હોઈ વિકાસ માટે સહુનો સૂર એક જ હોઈ છે.’
 
આખા ગામમાં ક્યાય પાનનો ગલ્લો નથી
 
મેતપુર ગામની વિશેષતા એ છે કે આખા ગામમાં ક્યાય પાનનો ગલ્લો નથી. ગામનો મુખ્ય હેતુ-ગૌશાળ, શિક્ષણશાળ, ધર્મશાળા થકી સમાજનું ઘડતર થવું જોઈએ. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગામમાં 1113 પુરુષો સામે 988 મહિલાઓ વસવાટ કરે છે. મેતપુર ગામમાં વર્ષોથી રાષ્ટ્રીયકૃત બેન્ક આવેલી છે અને પ્રત્યેક નાગરિક એટીએમથી વ્યવહાર જાણે છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો,સમાન ન્યાય-સમાન વિકાસ...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Metapura village which is considered Khambhat Paris Give Pure water to cities
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended