Home »Madhya Gujarat »Latest News »Anand» Man Attempted Suicide Due To Debt At Umreth

ઉમરેઠ: વ્યાજખોરોથી ત્રસ્ત યુવકે આપઘાત કર્યો, ખિસ્સામાંથી મળી ચિઠ્ઠી

Bhaskar News, Umreth | May 18, 2017, 23:59 PM IST

  • ઉમરેઠ: વ્યાજખોરોથી ત્રસ્ત યુવકે આપઘાત કર્યો, ખિસ્સામાંથી મળી ચિઠ્ઠી,  anand news in gujarati
ઉમરેઠ:મૂળ ઉમરેઠના ત્રિવેદી વગામાં અને હાલ વડોદરાના વાસણા રોડ ખાતે રહેતા અલ્પેશે સાતેક વર્ષ અગાઉ વડોદરાના રાજેશ શાહ, સાજન શાહ તેમજ હિરેન શાહ પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. દરમિયાન સાત વર્ષમાં તેમણે એક લાખની સામે ત્રીસ લાખ જેટલી રકમ હપ્તે હપ્તે પરત કરી હતી. પરંતુ વ્યાજખોરો દ્વારા અવારનવાર યુવકને ધમકી આપી પૈસાની ઉઘરાણી કરાતી હતી.
 
જેને પગલે યુવક કંટાળી ગયો હતો. તે ઉમરેઠ સ્થિત તેના પૈતૃક ઘરે આવ્યો હતો અને તેણે પંખે સાડીનો ગાળિયો બનાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા કમલેશભાઈ દવેને થતાં તેમણે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, મૃતકના પેન્ટના ખિસ્સામાંથી લીટીવાળી ચિઠ્ઠી મળી હતી. જેમાં વડોદરાના રાજેશ શાહ, સાજન શાહ અને હિરેન શાહના સતત પૈસાની ઊઘરાણી કરતા હોઈ તેમના ત્રાસથી કંટાળી તે આત્મહત્યા કરી રહ્યો છે. આથી ઉમરેઠ પોલીસે ત્રણેય વ્યાજખોરો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Man attempted suicide due to debt at Umreth
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended