Home »Madhya Gujarat »Latest News »Anand» Maa Ambaji Shabha Yatra From Ashapuri To Anand

આશાપુરીથી આણંદ સુધીની મા અંબાની શોભાયાત્રા, મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા

Bhaskar News, Anand | May 17, 2017, 02:49 AM IST

  • આણંદના સાંઇધામ મંદિરે મા અંબાની 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા
આણંદ:આણંદ સાઇબાબા મંદિરના પટાંગણમાં નવનિર્મિત અંબાજી મંદિરમાં મા જગદંબાની મૂર્તિ પ્રસ્થાપિત કરવાની છે. જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પાંચ દિવસ સુધી ઉજવવામાં આવનાર છે. જેમાં પાટીદાર સમાજની કૂળદેવી આશાપુરી માતાના મંદિરે મંગળવાર સવારે ચાર વાગ્યાની આસપાસમાં મા જગદંબાની વિશાળ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો.

શ્રદ્ધાળુઓ હરખભેર માતાજીના રંગે રંગાયા

મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. ગામે ગામ મા જગદંબાનું સ્વાગત કરીને માતાજીની આરતી ઉતારવામાં આવી હતી. આણંદ મોતીકાકાની ચાલી પાસે મોડી રાત્રે શોભાયાત્રા આવી પહોંચતા નગરજનોએ માતાજીના વધામણા કરી મહાઆરતી ઉતારી હતી. શ્રદ્ધાળુઓએ 22 કિલોમીટરનું અંતર ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ માતાજીના રંગે રંગાઇને હરખભેર કાપ્યું હતું. સૌ કોઇમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો. 
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Maa Ambaji Shabha Yatra From Ashapuri to Anand
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended