Home »Madhya Gujarat »Latest News »Anand» Loading Rickshaw Put In Sewage Near Vadathal Patia In Accedent 11 Women Injured

વડથલ પાટીયા નજીક લોડિંગ રિક્ષા ગટરમાં ખાબકી, 11 મહિલા ઘાયલ

Gaurav gajjar, Mahudha | Mar 17, 2017, 23:04 PM IST

  • સલુણથી કઠલાલ બેસણામાં જતા લોડિંગ રિક્ષા ગટરમાં ખાબકી,
મહુધા:નડિયાદ મોડાસા રોડ પર મહુધાના વડથલ પાટીયા નજીક લોડીંગ રીક્ષા અચાનક ગટરમા ખાબકતા અગિયાર મહીલાઓ સહીત રીક્ષા ચાલક ઘવાયો હતો. નડિયાદના સલુણ તાબેના શંકરપુરામા રહેતી 11 મહીલાઓ કઠલાલ બેસણામાં લોડીંગ રીક્ષામા જતા હતા. તે સમયે રીક્ષા ચાલકની ગફલતને કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર, નડિયાદ મોડાસા રોડની પોહળાઇ વધ્યા પછી આ રોડ પર અનેક પેસેંજર અને લોડીંગ રીક્ષાઓમા આડેધડ પેસેંજરો ભરી શટલિયાના ફેરા મારવાની પ્રવ્રુત્તી ચાલી રહી છે.
રીક્ષા ચાલક ગફલત ખાતા રોડની બાજુમા વીસ ફુટ નીચે ધસી ગઇ
 
જેથી નાના મોટા અકસ્માતો થાય છે. નડિયાદના  સલુણ તાબેના શંકરપુરા ગામેથી  સવારે લોડીંગ રીક્ષામા કઠલાલ બેસણામાં જતા 11 મહિલાઓ જતા હતા. તે સમયે મહુધા કઠલાલ રોડ પર વડથલ પાટિયા પાસેથી આ રીક્ષા પાસર થઇ રહી હતી. તે વડથલ ફાટક નજીક કઠલાલ તરફ જતા રીક્ષા ચાલક ગફલત ખાતા રોડની બાજુમા વીસ ફુટ નીચે ધસી ગઇ હતી. આ રીક્ષા ગટરમા ધસી પડતા ચારથી પાંચ વાર પલ્ટી ખાઇ જતા તેમાં સવાર 11 મહીલાઓને ગંભીર ઇજાઓ પોહચી હતી.
 
108ની મદદ લેવામાં આવી હતી
 
રોડ પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ વડથલ ગામના લોકોએ તમામને બહાર રોડ પર લાવવામા આવ્યા હતા. તેમજ 108ની મદદ લેવામાં આવી હતી. તેમજ તમામ  ઇજાગ્રસ્તોને મહુધા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામા આવ્યા હતા.મહુધા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી વધુ સારવારઅર્થે તમામને નડિયાદ સિવીલહોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. મહુધા પોલીસે કર્યવાહી હાથ ધરી છે.
 
તમામ ઇજાગ્રસ્તોના નામ
 
કાશીબેન ચન્દુભાઇ ચૌહાણ, (ઉ.60),  શંકરપુરા, સલુણ, મંગુબેન કાંતીભાઇ ચૌહાણ, (ઉ.60),  શંકરપુરા, સલુણ, જીવતબેન મધુભાઇ ચૌહાણ, (ઉ.70), શંકરપુરા, સલુણ, લીલાબેન સુરેશ્ભાઇ ચૌહાણ, (ઉ.30), શંકરપુરા, સલુણ, પાલીબેન શનાભાઇ ચૌહાણ,(ઉ.50), શંકરપુરા, સલુણ, સવીતાબેન શનાભાઇ ચૌહાણ,(ઉ.35), શંકરપુરા,સલુણ, કોકિલાબહેન વિઠ્ઠલભાઇ ચૌહાણ,(ઉ.45), શંકરપુરા,સલુણ, કોકીલાબેન રમેશભાઇ ચૌહાણ,(ઉ.30), શંકરપુરા,સલુણ, સુમીત્રાબેન દીનેશભાઇ ચૌહાણ,(ઉ.26), શંકરપુરા,સલુણ, કપીલાબેન ભુપતભાઇ ચૌહાણ,(ઉ.40), શંકરપુરા,સલુણ, લીલાબેન ચન્દુભાઇ ગોહેલ,(ઉ.27), અગાસ,પેટલાદ, રમેશભાઇ પુજાભાઇ ગોહેલ,ઉ.૩૫,અગાસ, પેટલાદ
 
(તસવીર- ગૌરવ ગજ્જર)
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: loading rickshaw Put in sewage near vadathal Patia in accedent 11 women injured
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended