Home »Madhya Gujarat »Latest News »Anand» Law Commission Bill Is Being Protested By Advocates Across Gujarat

ગુજરાતમાં લો કમિશન બિલનો વકીલો દ્વારા ભારે વિરોધ, સૂચિત બિલની હોળી કરી

Bhaskar News, Anand | Apr 22, 2017, 00:24 AM IST

  • સમગ્ર ગુજરાતમાં વકીલો દ્વારા લો કમિશન બિલનો વિરોધ
આણંદ: લો કમિશન ઓફ ઈન્ડિયાના રિપોર્ટ આધારિત કેન્દ્ર સરકારા દ્વારા એડ્વોકેટ બિલ 2017ના વિરોધમાં આણંદ શહેરના વકીલોએ જીટોડિયા ખાતે આવેલી આણંદ જિલ્લા કોર્ટ ખાતે વકીલો એકત્રિત થયા હતા. તેમણે સંભવિત બિલની કોપીની હોળી કરી સૂત્રોચ્ચાર કર્યા બાદ કોર્ટમાં આવનારા તમામ લોકોને ફૂલ આપ્યા હતા. ઉપરતાં વકીલોએ જિલ્લા કોર્ટથી બાઈક પર રેલી કાઢી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા. જ્યાં તેમણે નિવાસી નાયબ કલેક્ટર આર.જી. જાડેજાના બિલના વિરોધમાં આવેદન આપી આ રજૂઆત કરી હતી.
 
બિલને સળગાવી હોળી કરી
 
ખંભાતમાં પણ ખંભાત બાર એસોસીએશનના હાદેદારો સહિત વકીલોએ કામકાજથી અળગા રહી બિલને સળગાવી હોળી કરી કોર્ટથી રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત બોરસદ, આંકલાવ, પેટલાદ અને ઉમરેઠ ખાતે પણ સ્થાનિક બાર એસોસિએશન દ્વારા બિલનો વિરોધ કરાયો છે.  બીજી બાજુ નડિયાદ સહિત ખેડા જિલ્લાના વકીલો પણ જોડાયા હતા. નડિયાદ બાર એસોના વકીલોએ કોર્ટ કામકાજનો સંપૂર્ણ બહીષ્કાર કરીને હડતાળ પાડી હતી અને કોર્ટ સંકુલમાં સૂત્રોચ્ચાર સાથે વકીલો દ્વારા વિરોધ પ્રદર્શન કરી આ મુદે જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતુ.
 
આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Law commission bill is being protested by Advocates Across Gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended