Home »Madhya Gujarat »Latest News »Anand» Khambhat Of Houses On Bearing Wood Art Is Proof Of Grand Culture

ખંભાતમાં 18મી સદીમાં કાષ્ટ કલા વિકસી, આજે પણ છે હયાત પુરાવા

Bhaskar News, Khambhat | Jan 29, 2017, 01:15 AM IST

  • ખંભાત શહેરના દાઉદી વહોરા સમાજના મકાનો પર વર્ષો પહેલા ખાસ કષ્ટકલા કરવામાં આવી હતી.
ખંભાત: ગુજરાતની કાષ્ટકલાની પ્રાચીન પરંપરાનો એક આગવો ઇતિહાસ છે.પથ્થર અને ધાતુની જેમ લાકડુ પ્રકૃતિ અને માનવ સામે ઝાઝુ ટકી શકતુ ન હોવા છતાંય આજેય ઠેર- ઠેર ખંભાતની કષ્ટકલાના નમુના આ કસલના ધબકારની ગવાહી આપે છે. એમ પણ કહી શકાય કે, પાછળથી વિકસેલી પથ્થરની કોતરણી શિલ્પકલા અને સલાટકામના પાયામાં કાષ્ટકલા છે. 
અદભુત નકશીકામ અને શિલ્પકલાનો ઉપયોગ થયેલો 

આ અંગે ઇતિહાસના જાણકાર બંકિમચંદ્ર વ્યાસે જણાવ્યું હતું કે ‘ગુજરાતમાં છઠ્ઠા સૈકાથી માંડીને દસમાં સૈકાના અતભાગ સુધીમાં સંખ્યાબંધ કાષ્ટમંદિરો બંધાયા હતા. નવાબી કાળ પૂર્વે ખંભાતમાં કાષ્ટ મંદિરો, મકાનો, સરકારી આશ્રય સ્થાનો, કચેરીઓ નિર્માણ પામી હતી. ખંભાતના દાઉદી વોહરા કોમના મકાનોમાં મૂળ કાષ્ટકલાનો ભરપુર ઉપયોગ થયાની ઐતિહાસિક વિગતો અને નજારો જોવા મળે છે. આ મકાનોમાં પથ્થરની કોતરણી લાકડાની અદભુત નકશીકામ અને શિલ્પકલાનો ઉપયોગ થયેલો છે.
 
18મી સદીમાં બ્રિટિશ સામ્રાજ્યમાં કાષ્ટ કલા વિક્સી, જે સમય જતાં શિલ્પ કલામાં પરિણમી
 
ખંભાતએ પુરાણી નગરી છે. 1817માં ખંભાત બ્રિટિશ આશ્રિત બન્યું હતું. આ સમયગાળામાં કાષ્ટ કલાગીરી વધુ વિકસી હતી. જુના જમાનામાં બંધાયેલી ઇમારતોમાં બાંધકામ કારીગરો હસ્તકલામાં ખુબ જ નિપુણ હશે. તેનો નમૂનો દરબારગઢ છે. ઉપરાંત જુમ્માંસ્જિદ, દરબારગઢ, કાકા કેલા દરગાહ, કોઠી બિલ્ડીંગ, જૈન મંદિર,  લાકડા ઉપર કોતરણી ઉપરાંત પથ્થરો પરની કોતરણીએ શિલ્પ સ્થાપત્ય કલાની મૌજુદગીને રજુ કરે છે.- પ્રો. કે.સી. વાઘેલા, સમાજશાસ્ત્ર.
 
આગળની સ્લાઇડમાં વાંચો,ખંભાત એટલે ‘પ્રાચીન’ ઇતિહાસની ઓળખ: કારીગીરી આજે પણ મૌજુદ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Khambhat of houses on Bearing wood art is Proof of grand culture
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext