Home »Madhya Gujarat »Latest News »Anand» Khambhat Finav Village In Neighbourhood Man Killed A Girl For 10 Thousand

ખંભાતના ફીણાવમાં પડોશી યુવકે 10 હજાર માટે બાળકીની હત્યા કરી

Bhaskar News, Anand | Feb 16, 2017, 22:53 PM IST

  • મૃતક બાળકી
આણંદ: ખંભાતના ફીણાવ ગામે મંગળવારે સવારે ઘર પાસે જ રમી રહેલી બાળકી ગુમ થઈ ગયા બાદ તેનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ બોરસદ તાલુકાના વિરસદ ગામ સ્થિત ખોડિયારપુરા સીમમાંથી મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં બાળકીની હત્યા પડોશી યુવક રાજુ ઉર્ફે રાજેશે દસ વર્ષ જૂની કોમન દિવાલના  10 હજાર લેવાના બાકી નીકળતા હોઈ અને મૃતક બાળકીના દાદા તે પૈસા આપતા ન હોઈ હત્યાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.
 
ખોડિયારપુરા સીમમાં એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો
 
તારાપુરના વાલ્મીકીવાસમાં રહેતા સરોજબેન તળપદા તેમની 4 વર્ષીય બાળકી શીવાનીને લઈને ખંભાત તાલુકાના ફીણાવ ખાતે પિયરમાં આવ્યા હતા. ત્યારે મંગળવારે સવારે નવ કલાકે તેમની બાળકી ગુમ થતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. બાળકીનો કોઈ પત્તો ન લાગતા ગુમ થયાની ફરિયાદ ખંભાત પોલીસ સ્ટેશને નોંધાવ્યા બાદ વિરસદ પોલીસ સ્ટેશન દ્વારા બુધવારે મોડી સાંજે વિરસદના ખોડિયારપુરા સીમમાં એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકીની ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું ખૂલ્યું હતું.
 
અદાવત રાખી યુવકે બાળકીની હત્યા કરી હોવાનું ખૂલ્યું
 
બીજી તરફ પોલીસે બાતમીદારોને સક્રિય કરતાં બાળકીનું અપહરણ અને તેની હત્યા પડોશમાં રહેતા 30 વર્ષીય યુવક રાજુ રાજુ ઉર્ફે રાજેશ ઈશ્વરે કરી હોવાનું ખૂલ્યું હતું. કોમન દિવાલ મામલે રાજુભાઈના પરિવારને દસ વર્ષ પહેલાં રૂા.10 હજાર લેવાના નીકળતા હતા. જે મૃતક બાળકીના દાદા પરસોત્તમભાઈ તળપદાએ આપ્યા નહોતા.માત્ર રૂા. 700 જ આપ્યા હતા. જેની અદાવત રાખી યુવકે બાળકીની હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું. હાલમાં ખંભાત પોલીસે યુવકની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો,બાળકીનો મૃતદેહ તમાકુના પાનમાં વીંટાળેલો હતો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Khambhat Finav village In neighbourhood man killed a girl for 10 thousand
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext