Home »Madhya Gujarat »Latest News »Anand» Kapadvanj In Demand Filling Ponds Due Farmers Fury Due Can Not Take Crop

કપડવંજના તળાવો ભરવા માંગ, પાક ન લઈ શકાતા હોવાનો ખેડૂતોમાં રોષ

Bhaskar News, Nadiad/Kapadvanj | Jan 09, 2017, 23:01 PM IST

  • કપડવંજના તમામ તળાવો ઉજ્જડ વેરાન બન્યા છે.
કપડવંજ/નડિયાદ:કપડવંજ તાલુકામાં સિંચાઈ પાણીનો પ્રતિદિન વિકટ બની ગયો છે. રેલી યોજીને નર્મદા કેનાલમાંથી તાલુકાના ખાલી તળાવ ભરવાની રજૂઆત છતાં આજદિન સુધી તળાવ ભરાયા ન હતા. જેના કારણે ખેડૂતોમાં રવિ અને ઉનાળુ સિઝન પાક લઈ શકતા નથી. આ સંદર્ભે તળાવ ભરો સમિતિના અધ્યક્ષ રમેશભાઈ પટેલે જણાવ્યુ હતું કે, કપડવંજ તાલુકાના ભાઈલાકુઈ ભાલ તળાવ અને જલોયા તળાવ જેનો વિસ્તાર ચાર ગ્રામપંચાયતમાં પાંચ સર્વે નંબરમાં વહેંચાયેલો છે. 
 
છેલ્લા ત્રણ વર્ષથી 80 ટકાથી વધુ બોરકુવા હાલ બંધ હાલતમાં છે
 
આ બન્ને તળાવનો વિસ્તાર આશરે 50 હેક્ટર, 200 વિઘામાં પથરાયેલો છે. અમારા 20 થી વધુ ગામોના સિંચાઈ તથા પીવાના પાણી માટે કરેલ છેલ્લા ત્રણ વર્ષથી 80 ટકાથી વધુ બોરકુવા હાલ બંધ હાલતમાં છે. બોરમાં પાણી જ નથી. નવો બોર કરાવીએ તો પણ બોરમાં પાણી થતું નથી. હજી આવતાં ઉનાળામાં અમારી શું દશા અને દિશા થશે? અમારી માંગણી છે કે ખેતરે ખેતરે નહેર કે પાઈપલાઈન નાખી સિંચાઈ પિયત આપો. આ તળાવો ઉંડા કરીને પાણી ભરવાથી ‘જળસંગ્રહ જળસંચય’ દ્વારા અમારા પોતપોતાના બોરકુવા જીવતા રાખવા માટે બાજુમાં ભૂગળિયા ડેમ આવેલ છે.
 
આ બન્ને તળાવો ભરાય તો અમારા બોરકુવા જીવંત રહેશે
 
ડેમમાંથી નહેર કે પાઈપલાઈન દ્વારા આ બન્ને તળાવો ભરાય તો અમારા બોરકુવા જીવંત રહેશે. આમાં જમીન સંપાદન જેવા પ્રશ્નો પણ નથી. અમારા 20 ગામોના 95 ટકા કુટુંબોનું ગુજરાત ચલાવવાનું સંશાધન માત્રને માત્ર ખેતી અને પશુપાલન છે. આ સમસ્યાથી આ વિસ્તારના 80 ટકા ખેડૂતો દેવાદાર બન્યા છે. હજુ આવતા ઉનાળામાં અમારી દશા અને દિશા શું હશે એ તો ભગવાન જાણે ! આ પ્રોજેક્ટ ઉનાળા સુધી પૂર્ણ કરવામાં આવે. તો 20 ગામોથી વધુના ગ્રામજનોની માંગણી છે. 

ઘણા ગામોને લાભ મળશે
 
કપડવંજ તાલુકા નર્મદા, મુખ્ય કેનાલ (જમણો કાંડો) ઉપરવાસના, ગામો, બેટાવાડા, નવાગામ, ભાઈલાકુઈ, જલોયા, સીંગાલી, ઉકરડીના મુવાડા, કરકરિયા, કાભઈના મુવાડા, આતરસુંબા, જોરાપુરા, જીતપુરા જેવા ગામોને લાભ મળી શકે.

આગળની સ્લાઇડમાં વાંચો,પ્રોજેક્ટથી ફાયદો,નડિયાદમાં તળાવ પર બાંધકામ મુદ્દે 12મીએ હલ્લાબોલ કરાશે...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kapadvanj in demand filling ponds due farmers fury due can not take crop
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended