Home »Madhya Gujarat »Latest News »Anand» Java Plum Income Before Rain At Khambhat

ખંભાત: ચરોતરમાં જાંબુનું આગમન, ડાયાબિટિશના દર્દીઓ માટે પારપરિક ઔષધિ

Bhaskar News, Khambhat | May 19, 2017, 00:04 AM IST

  • ખંભાત: ચરોતરમાં જાંબુનું આગમન, ડાયાબિટિશના દર્દીઓ માટે પારપરિક ઔષધિ,  anand news in gujarati
ખંભાત:ચરોતરમાં શેઢા પર તેમજ વગડામાં જાંબુનું મોટા પાયે ઉત્પાદન થાય છે. ખંભાતના જલુંધ, બામણવા, જલસણ વિસ્તાર દેશી જાંબુ માટે પ્રખ્યાત છે. આ ઉપરાંત ખંભાત નડિયાદ માર્ગ ઉપર પણ મોટા પ્રમાણમાં જાંબુનું વેચાણ થાય છે.ગ્રામ્ય વિસ્તારમાંથી ટેમ્પા તેમજ અન્ય વાહનો મારફતે દેશી જાંબુ આણંદ અને નડિયાદ માર્કેટમાં પહોચે છે.ચોમાસાનો પ્રારંભ થાય એની સાથે જાંબુનું આગમન થાય છે.જોકે ચાલુ વર્ષે જાંબુનું વહેલું આગમન થયું છે.જાંબુને ડાયાબિટિશના રોગીઓ માટેનું જ ફળ કહેવામાં આવે છે.
 
આ અંગે ખેડૂત અગ્રણી નીલેશભાઈ પરમાર જણાવે છે કે ‘હાલ રાજ્યભરમાં વાદળછાયાં વાતાવરણ સાથે પ્રિ-મોન્સૂનની એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, ત્યારે વિવિધ પ્રકારના જાંબુનું પણ આગમન થઈ ગયું છે. હાલ જાંબુની આવક ઓછી હોવાને લીધે ગીલોડી, પારસ અને રાવણા જાંબુનો ભાવ સામાન્ય નાગરિકોને પોષાતો નથી પણ રથયાત્રા દરમિયાન દેશી જાંબુની આવક શરૂ થતાં ભાવમાં ઘટાડો થશે. હાલ ચરોતરના ગ્રામ્ય વિસ્તારના  જાંબુની આવક થઈ રહી છે. પારસ જાંબુ કે જેનો ભાવ કિલો દીઠ 100થી 120 છે.’
 
ડાયાબિટિશના દર્દીઓ માટે જાંબુ પારપરિક ઔષધિ
 
‘જાંબુને ડાયાબિટિશના રોગીઓ માટેનું જ ફળ કહેવામાં આવે છે. આના ઠળિયા, છાલ, ગર્ભ બધુ જ ડાયાબિટિશના દર્દીઓ માટે ફાયદાકારક છે. હવામાનને અનુરૂપ જાંબુનો ઉપયોગ ઔષધિના રૂપમાં ખુબ જ કરવો જોઈએ. જાંબુના ઠળિયાને એકત્રિત કરી લેવા કેમકે તેના ઠળિયામાંથી જામ્બોલીન નામનું તત્વ મળી આવે છે જે સ્ટાર્ચને શર્કરામાં બદલતા રોકે છે. આ ઉપરાંત તેનાં ઠળિયાનું ચુર્ણ બનાવીને રાખી મુકવું જોઈએ.’
- જગદીશચંદ્ર ત્રિવેદી,  આર્યુવેદાચાર્ય
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Java Plum income before rain at Khambhat
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended