Home »Madhya Gujarat »Latest News »Anand» January 26th Inaugurated A New Traffic Signal In Anand

આણંદમાં નવીન ટ્રાફિક સિગ્નલો પાછળ રૂ.30 લાખ ખર્ચ, 26મીએ ઉદ્દઘાટન

Bhaskar News, Anand | Jan 10, 2017, 23:29 PM IST

  • આણંદમાં નવીન ટ્રાફિક સિગ્નલો પાછળ રૂ.30 લાખ ખર્ચ, 26મીએ ઉદ્દઘાટન,  anand news in gujarati
આણંદ:આણંદ શહેરમાં દિન-પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વકરતી જતી હોય છે. જેના પગલે વાહનચાલકો અને ટ્રાફિક પોલીસને માથાના દુ:ખાવા સમાન બની ગયો છે. આખરે આણંદ નગરપાલિકાના સહયોગથી રૂ.30 લાખ માતબર રકમના ખર્ચે આણંદ શહેરના ટ્રાફિકથી ધમધમતા ચાર રસ્તાઓ ઉપર નવીન ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવનાર છે. જેનું તા.26ના રોજ ઉદ્દઘાટન સમારોહ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

રૂ.30 લાખના ખર્ચે નવીન ટ્રાફિક સિગ્નલ

આણંદ નગરપાલિકા ઉપપ્રમુખ કાન્તીભાઈ ચાવડાએ જણાવેલ કે ‘આણંદ શહેરમાં આવેલ બોરસદ ચોકડી અને ચિખોદરા ચોકડી, ગણેશ ચોકડી, સામરખા ચોકડી, મહેન્દ્ર ચાર રસ્તા સહિત અન્ય ચાર રસ્તાઓ ઉપર અમદાવાદ-વડોદરા શહેરની જેમ રૂ.30 લાખના ખર્ચે નવીન ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવનાર છે. ત્યારબાદ ટાઉન હોલ અને ગણેશ ચોકડી ઉપર વર્ષો પહેલા મુકવામાં આવેલા ટ્રાફિક સિગ્નલ હાલમાં બંધ છે. જેનું મરામત કરી પુન: શરૂ કરી દેવામાં આવનાર છે.

આણંદ શહેરમાં ટ્રાફિક સિગ્નલ સેવા શરૂ

આમ ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવતાની સાથે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાઓ જળવાઇ રહેશે. ટ્રાફિક સિગ્નલ નાંખવાની કામગીરી હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહેલ છે. જેનું તા.26ના રોજ ઉદ્દઘાટન સમારોહ બાદ ચાલુ કરી દેવામાં આવનાર છે.’  ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના અતુલભાઇએ જણાવ્યું હતું કે ‘રૂ.30 લાખના ખર્ચે નવીન ટ્રાફિક સિગ્નલ નાંખવાની કામગીરી ચાલી રહેલ છે. જેનું ટ્રાફિક નિયમન કંટ્રોલ શહેરના જે તે ટ્રાફિક પોલીસ મથકે આપવામાં આવનાર છે. આમ વર્ષો બાદ આણંદ શહેરમાં ટ્રાફિક સિગ્નલ સેવા શરૂ કરવામાં આવશે.’
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: January 26th Inaugurated A New Traffic Signal in Anand
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended