Home »Madhya Gujarat »Latest News »Anand» If Would Rain Basera In Anand Than Not Becomes A Victim Of Raping Girl

જો, આણંદમાં રેન બસેરા હોત તો..બાળકી દુષ્કર્મનો ભોગ ના બનતી : હવે તો બનાવો!

Bhaskar News, Anand | Mar 27, 2017, 01:12 AM IST

  • રોડ પર સૂતા શ્રમજીવી પરિવારની સુરક્ષા માટે તંત્રએ પણ પગલા લેવા જોઇએ.
આણંદ: આણંદમાં સો ફૂટના રોડ પર ડિવાઇડર પર સૂતેલા શ્રમજીવી પરિવારની ચાર વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મની ઘટનાથી શહેરીજનોમાં દિકરીઓની સલામતીને લઇને ચિંતાનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. એમાંય ચાર વર્ષની બાળકી પર અત્યાચાર ગુજારનાર નરાધમ પર ચારેય તરફથી ફિટકાર વરસી રહ્યો છે.
 
શહેરના રોડની ફૂટપાથ કે ડિવાઇડર પર રહેતાં શ્રમજીવી પરિવારોમાં મહિલાઓ અને દિકરીઓની સલામતીનો પણ એક ગંભીર પ્રશ્ન ઉભો થવા પામ્યો છે. કદાચ મેટ્રોસિટીની રેન બસેરા જેવી કોઇ વ્યવસ્થા આણંદ શહેરમાં હોત તો આવી ઘટના ના બની હોત. હવે આવી કોઇ ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે શહેરમાં રેન બસેરા જેવી વ્યવસ્થા ઉભી કરાય તેવી માંગ ઉઠવા પામી છે.તંત્ર જો પહેલ કરે તો વ્યવસ્થામાં મદદ કરવા શહેરીજનો પણ આગળ આવી શકે  છે.
 
રેનબસેરાથી શ્રમજીવી પરિવારની મહિલાઓ સુરક્ષાનો અનુભવ મેળવી શકશે..
 
આણંદ એ મેટ્રોસિટી ન હોવા છતાં મેટ્રોસિટી જેવી લાક્ષણિકતા ધરાવે છે. આણંદમાં મોટી સંખ્યામાં શ્રમજીવી પરિવારો રોજગારી અર્થે આવતાં હોય છે. ત્યારે શ્રમજીવી પરિવારોમાં ખાસ કરીને મહિલા અને દિકરીઓની સલામતી માટે રેન બસેરા જેવી વ્યવસ્થા ઉભી કરવાની આવશ્યકતા છે.- આશાબેન દલાલ, પ્રમુખ-જાગૃત મહિલા સંગઠન
 
વ્યવસ્થા ઉભી કરવા પાલિકા મદદ કરવા તૈયાર
 
આણંદમાં આવતાં શ્રમજીવી પરિવારો રાત્રિના રોડની ફૂટપાથ કે ડિવાઇડર પર સૂઇ જતાં હોય છે. જેના કારણે અકસ્માત કે અન્ય કોઇ અસામાજિક પ્રવૃતિનો ભોગ ના બને તે  માટે શહેરમાં કોઇ કોમન પ્લોટમાં રેન બસેરા જેવી વ્યવસ્થા ઉભી કરવી આવશ્યક છે. જો વહીવટી તંત્ર દ્વારા રેન બસેરા જેવી વ્યવસ્થા માટે આયોજન કરવામાં આવે તો પાલિકા પણ મદદ કરવા તૈયાર છે. - પ્રજ્ઞેશ પટેલ-પૂર્વ પ્રમુખ, આણંદ નગરપાલિકા
 
આગળની સ્લાઇડમાં વાંચો,ચોમાસા- શિયાળામાં પણ તકલીફ નહીં રહે...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: if would rain Basera in Anand Than Not Becomes a victim of raping girl
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended