Home »Madhya Gujarat »Latest News »Anand» High Court Denied Decision Of SP University At Anand

આણંદ: અધ્યાપકોને ગેરમાન્ય ઠેરવવાના SP યુનિ.ના નિર્ણયને હાઇકોર્ટે ‘રદ’ કર્યો

Bhaskar News, Anand | Apr 21, 2017, 23:11 PM IST

  • આણંદ: અધ્યાપકોને ગેરમાન્ય ઠેરવવાના SP યુનિ.ના નિર્ણયને હાઇકોર્ટે ‘રદ’ કર્યો,  anand news in gujarati
યુનિવર્સિટીમાં શરતી માન્યતાવાળા નેટ/સ્લેટ કે પીએચડી નહીં થયેલા 1150 અધ્યાપકોની તાત્કાલિક અસરથી માન્યતા રદ કરવાનો યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં ઠરાવ કરાયો હતો, જે સંદર્ભે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી : અધ્યાપકોનો યુનિ.ની મતદાર યાદીમાં પણ સમાવેશ કરવો પડશે
 
આણંદ:વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા નેટ/સ્લેટ કે પીએચડી ના હોય તેવા લાયકાત વિનાના શરતી માન્યતા ધરાવતાં 1150 અધ્યાપકોની તાત્કાલિક અસરથી માન્યતા રદ કરવાનો સિન્ડિકેટ બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો હતો.
 
યુનિવર્સિટીના આ નિર્ણય સામે કેટલાંક અસરગ્રસ્ત અધ્યાપક દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે સંદર્ભે હાઇકોર્ટે યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં અધ્યાપકોને ગેરમાન્ય ઠેરવવાના કરેલા નિર્ણયને રદ કર્યો હતો. તેમજ શરતી માન્યતાવાળા અધ્યાપકોનો સેનેટની ચૂંટણી માટેની મતદારીયાદીમાં સમાવેશ નહીં કરવાના નિર્ણયને પણ રદ કરવામાં આવ્યો છે. યુનિ.ની વર્ષ 2016માં 28મી ડિસેમ્બરના રોજ મળેલી સિન્ડિકેટ બેઠકમાં પસાર કરાયેલા ઠરાવની સામે અધ્યાપક પાર્થ પટેલ,  ઇશિતા પટેલ, પ્રકાશકુમાર ઠાકોર, કૌશલકુમાર સુથાર અને બિજલબેન પટેલે હાઇકોર્ટમાં અરજી કરી હતી.
 
શું હતું ઠરાવમાં?
 
યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં ઠરાવવામાં આવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા વખતોવખતના ઠરાવોથી લાયકાત નહીં ધરાવતા અધ્યાપકોની શરતી નિમણૂંક આપવામાં આવી હતી. જે નિમણૂંકની તારીખથી રદ કરવી તથા જે તે કોલેજમાં શૈક્ષણિક કાર્યને અસર ના થાય તે હેતુથી  સંબંધકર્તા કોલેજ સદર અધ્યાપકોને કરાર આધારિત અધ્યાપક સહાયક તરીકે નિમણૂંક કરી શકશે. શૈક્ષણિક લાયકાત નહીં ધરાવતા અધ્યાપકો યુનિવર્સિટી દ્વારા તૈયાર થતી  મતદાર યાદીમાં અધ્યાપક તરીકે સમાવેશ કરવો નહીં. તથા સેનેટ, સિન્ડિકેટ અને બોર્ડ ઓફ સ્ટડિઝમાં સભ્ય તરીકે રહી શકે નહીં. પાશ્રીક અને પરીક્ષક તરીકે પણ રાખી શકાશે નહીં.
 
..’ને સેનેટની ચૂંટણી અટવાઇ ગઇ
 
શરતી માન્યતા ધરાવતાં અધ્યાપકોની માન્યતા રદ કરવામાં આવતાં મામલો હાઇકોર્ટમાં પહોંચતા સેનેટમાં કોલેજ અને ફેકલ્ટી ટીચરની ચૂંટણી અટવાઇ ગઇ હતી. હાઇકોર્ટે જે તે સમયે સિન્ડિકેટ બેઠકમાં કરાયેલા ઠરાવને સ્ટે આપીને ઠરાવથી અસર પામેલા અધ્યાપકોના નામ યુનિવર્સિટીની અધ્યાપક મતદારયાદીમાંથી રદ ન કરવાનો હૂકમ કર્યો હતો. જેના પગલે સેનેટની મુદ્દત પૂર્ણ થઇ ગઇ છતાં કોલેજ ટીચર અને ફેકલ્ટી ટીચરની ચૂંટણી થઇ શકી નથી.

શરતી અધ્યાપકો સેનેટની ચૂંટણી લડી શકશે

હાઇકોર્ટે યુનિવર્સિટીએ કરેલા ઠરાવને રદ કરતાં હવે શરતી માન્યતા ધરાવતાં અધ્યાપકો સેનેટની ચૂંટણીમાં ઉમેદવારી કરી શકશે. ફેબ્રુઆરી મહિનામાં મુદ્દત પૂર્ણ થઇ ગઇ હોવા છતાં સેનેટમાં કોલેજ ટીચર અને ફેકલ્ટી ટીચરની ચૂંટણી થઇ શકી નથી. હવે સેનેટની ચૂંટણી યોજાય તો શરતી માન્યતા ધરાવતાં અધ્યાપકો ઉમેદવારી કરી શકશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: High court denied decision of SP university at Anand
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended