Home »Madhya Gujarat »Latest News »Anand» Hanuman Jayanti Festival Celebrated At Anand

આણંદ સહિત ગામેગામ પવનપુત્રનો પાવન ઉત્સવ ઉજવાયો

Bhaskar News, Anand | Apr 11, 2017, 21:32 PM IST

આણંદ:આણંદ શહેરના રોકડિયા હનુમાનજી,ગુફાવાળા હનુમાનજી તથા લાંભવેલ હનુમાનજી મંદિરે વહેલી સવારથી શ્રધ્ધાળુ ભકતો દર્શનાર્થે ઉમટી પડતા મંદિરોમાં લાંબી લાંબી કતારો લાગી હતી,સૌ કોઇ હનુમાનજીને રીઝવવા માટે પાઠ,ધૂન વગેરે કરતાં જોવા મળ્યા હતાં. સવારે નવ કલાકે ગામેગામ  મારૂતી યજ્ઞનો પ્રારંભ થયો હતો.જેમાં મોટી સંખ્યામાં યુગલોએ પૂજા અર્ચના કરી હતી.તેમજ ભકતોએ હનુમાજીને તેલ,સિંદુર વગેરે ચઠાવીને ધન્યાતા અનુભવી હતી. મોડી સાંજ સુધી આણંદ પંથક હનુમાનજી ભકિતમાં લીન જોવા મળ્યો હતો.

આણંદ રોકડિયા હનુમાનજી મંદિરે સવારે મારૂતી યજ્ઞનો પ્રારંભ થયો હતો.ત્યારબાદ હનુમાન ચાલીસા,અખંડ ધૂન,રામ ધૂન,પૂજા અર્ચના કરીને ભકતોએ ધન્યતા અનુભવી હતી.બપોરે છપ્પનભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતીં સાંજે 6-00 કલાકે યજ્ઞની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. લાંભવેલ હનુમાનજી મંદિરે પણ સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતાં.જયારે સવારે 10-00 કલાકે ગામમાંથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં ભજનમંડળીઓએ અખંડધૂન,ભજનોની રમઝટ બોલાવી હતી. ત્યારબાદ મંદિર શોભાયાત્રા પહોંચી હતી.જયારે સાંજે મારૂતી યજ્ઞની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.
 
ખંભાતમાં પણ ભક્તોની ભીડ જામી
 
ખંભાતમાં પણ વિવિધ હનુમાન મંદિરોમાં શ્રધ્ધાળુ ઉમટી પડ્યા હતા. ખંભાતના પ્રાચીન ત્રણ દરવાજા કોર્ટ પાસે આવેલા ઉગતા હનુમાન મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો ઉમટ્યા હતા. અહીં હવન તેમજ અન્ન કૂટનો ભક્તોએ લાભ લીધો હતો. જયારે ભૈરવનાથની વાવ ખાતે આવેલા હનુમાન મંદિર ખાતે સુખડી અને અન્નકૂટનું આયોજન કરાયું હતું. ઉપરાંત, પાનીયારીમાં મહા આરતી અને ધજા ચઢાવવામાં આવી હતી.
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...


(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hanuman jayanti Festival celebrated at Anand
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended