Home »Madhya Gujarat »Latest News »Anand» Education Hub Anand Reality Is Forced Students To Study In Risk

એજ્યુકેશન હબ આણંદની વાસ્તવિકતા: જોખમ વચ્ચે અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ મજબુર

Bhaskar News, Anand | Feb 17, 2017, 00:43 AM IST

  • ગ્રામ્ય શાળાઓમાં બિસ્માર ઓરડાના સમારકામ ન થતાં છાત્રો જોખમી સ્થિતિમાં અભ્યાસ કરી રહ્યા છે.
આણંદ: આણંદ જિલ્લાને એજ્યુકેશન હબ ગણી વારંવાર અહીં શિક્ષણની વાતો કરવામાં આવે છે, પરંતુ નરવી વાસ્તવીકતા એ છે કે જિલ્લા પંચાયત હસ્તકની જ 228 શાળાના 723 ઓરડા જર્જરીત છે અને આ ઓરડામાં માથે મોત હોવા છતાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જોકે, તેના રિપેરીંગ મામલે રાજકીય હુંસાતુંસી હોવાની જણાવી હાથ અધ્ધર કરી દેવાની નીતિ અમલમાં આવી ગઈ છે. 
 
ચોમાસા દરમિયાન પાણી વર્ગખંડમાં ઘુસી જાય છે
 
આણંદ જિલ્લા પંચાયત હસ્તકની અગિયાર સો ઉપરાંત શાળામાં અઢી લાખ જેટલા બાળકો અભ્યાસ કરે છે. આ શાળા મોટા ભાગની ગ્રામ્ય વિસ્તારમાં છે. જેમાંથી કેટલીક શાળાના બિલ્ડીંગ વરસો જુના છે અને જર્જરીત હાલતમાં છે. આમ છતાં આ સ્કૂલમાં શિક્ષણ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ખાસ કરીને જિલ્લામાં તારાપુર, ખંભાત છેવાડાના વિસ્તારમાં કેટલીક શાળામાં સિમેન્ટના છાપરાં તુટી ગયાં છે. ચોમાસા દરમિયાન પાણી વર્ગખંડમાં ઘુસી જાય છે. ક્યાંક સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યાં છે. અગાઉ વિદ્યાર્થી પણ સ્લેબ પડ્યાંના બનાવો બન્યાં છે. આમ છતાં બાળકોના જીવના જોખમે અભ્યાસ કરાવવામાં આવી રહ્યાં છે. 
 
સરકાર વરસે માત્ર 150 નવા ઓરડા મંજુર કરે છે
 
જિલ્લામાં 723 જેટલાં ઓરડાં જર્જરિત હોઈ તોડી પાડવા જરુરી છે. પરંતુ સરકારમાંથી વરસે માત્ર સવાસોથી દોઢસો નવા ઓરડા મંજુર થાય છે. આ અંગે ધ્યાન પણ દોરવવામાં આવ્યું છે. સામાન્ય સભામાં ઠરાવ પણ કરવામાં આવ્યો છે.’ -વિનુભાઈ સોલંકી, ચેરમેન, શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત, આણંદ.

દસ ઓરડાથી વધુ જર્જરિત હોય તેવી શાળા 
શાળા    ઓરડા
હાડગુડ ગુજરાતી શાળા    11
અજરપુરા પ્રાથમિક શાળા    10
વાસદ કન્યા શાળા    14
આંકલાવ કુમાર શાળા    15
બોરસદ બ્રાંચ-3 કુમાર શાળા12
પામોલ પ્રાથમિક શાળા    13
જહાજ પ્રાથમિક શાળા    13
નગરા કુમાર શાળા    11

શાળા    ઓરડા
સાયમા પ્રાથમિક શાળા    11
ઉંદેલ કન્યા શાળા    13
અરડી પ્રાથમિક શાળા    10
ઘુંટેલી પ્રાથમિક શાળા    10
રંગાઇપુરા પ્રાથમિક શાળા    11
સંજાયા પ્રાથમિક શાળા    14
ખાનપુર પ્રાથમિક શાળા    11
વણસોલ પ્રાથમિક શાળા    15
 
આગળની સ્લાઇડમાં વાંચો,664 ઓરડાં રિપેરીંગનીરાહમાં...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Education Hub Anand reality is forced students to study in risk
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended