Home »Madhya Gujarat »Latest News »Anand» Divya Bhaskar Ground Report On Police Night Patrolling In Anand City

દિવ્ય ભાસ્કરનો ગ્રાઉન્ડ રિપોર્ટ: જનતા જાગે..આણંદ પોલીસ તો રાતે ઉંઘે જ છે

Mehula Macwan, Pankaj Patel, Anand | Apr 06, 2017, 01:28 AM IST

  • રાત્રે 2.01|શહેરના બાકરોલ સર્કલ પર પોલીસ પીસીઆર વાન સાથે સ્થળની સુરક્ષા કરતુ નજરે ચડ્યા હતા
આણંદ: ગુજરાતના અતિસમૃધ્ધ શહેરો પૈકીનું એક, એજ્યુકેશન હબ, દુધનગરી, ડોલરિયો પ્રદેશ, એન.આર.આઇ ભૂમિ સહિત અનેકવિધ કીર્તિમાનોથી નવાજાયેલા આણંદ શહેરમાં પોલીસની નિષ્ક્રિયતા અને નિષ્ફળતા સામે હંમેશા સવાલો ઉઠતા હોય છે. ત્યારે વાત ચાહે થોડા દિવસ પૂર્વે 4 વર્ષની બાળકીને ઉઠાવી જઇ પાશવી દુષ્કર્મ ગુજારવાની હોય કે, ટાઉન પોલીસ સ્ટેશનથી 300 મીટર સામે દુકાનમાંથી ચોરીની હોય પોલીસની સક્રિયતા શહેરના દાયરામાં આવે તે સ્વભાવિક છે. 
 
માત્ર ત્રણ જ સ્થળે પોલીસના દર્શન થયા 
 
ગીથા જોહરીએ રાજ્યના ઇન્ચાર્જ પોલીસવડા તરીકેનો ચાર્જ સંભાળ્યો તે મધ્યરાત્રિએ જ ‘દિવ્ય ભાસ્કર’ની ટીમ દ્વારા લગભગ પોણા બે કલાક સુધી  આણંદ-વિદ્યાનગરની પોલીસ રાત્રિ ચોકી પહેરામાં કેટલી સજાગ છે તે ચકાસવા રિયાલીટી ચેક કરાયું હતું. જે દરમિયાન સામે આવેલી હકીકતો તસવીરી પુરાવા સાથે રજૂ કરી છે.આણંદ-વિદ્યાનગર-કરમસદના લગભગ 27 કિ.મી. લાંબા રાઉન્ડ દરમિયાન માત્ર ત્રણ જ સ્થળે પોલીસના દર્શન થયા હતા. 
 
સાંસદ દિલીપ પટેલના નિવાસસ્થાનના વિસ્તાર રેઢાપળ જોવા મળ્યા
 
રાજ્યના મંત્રી રોહિત પટેલ અને સાંસદ દિલીપ પટેલના નિવાસસ્થાનના વિસ્તાર રેઢાપળ જોવા મળ્યા હતા. રહેણાંક-વ્યાપારિક-બેંકિંગ-શૈક્ષણિક વિસ્તારોની સલામતી ભગવાન ભરોસે જોવા મળી હતી. વિદેશમાં આપણા ભાઈઓ પર હુમલા વખતે બૂમરાડ મચાવવાનો આપણને પૂરો અધિકાર છે તેવી જ રીતે આપણા પોતાના આણંદ શહેરની સલામતી માટે પોલીસની ઊંઘ ઉડાડવા માટે પણ આપણે જાગતા રહેવું પડશે.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Divya Bhaskar Ground Report On Police Night Patrolling in Anand city
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended