Home »Madhya Gujarat »Latest News »Anand» Dakor Police Station Including Smart Police Station In Gujarat

ડાકોરના પોલીસ સ્ટેશનનો સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં સમાવેશ

Bhaskar News, Dakor | Feb 16, 2017, 23:25 PM IST

  • ડાકોરના પોલીસ સ્ટેશનનો સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં સમાવેશ
ડાકોર:રાજ્યના શહેર અને જિલ્લાઓમાં 38 સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં ડાકોરના પોલીસ સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પોલીસ સ્ટેશનમાં અરજદારો તથા કર્મચારીઓને કામગીરીમાં સરળતા રહે તે માટે માળખાકિય સુવિધાઓ વિકસાવવા માટેની કામગીરી હાલમાં ચાલી રહી હોવાનું ડાકોરના પોલીસ સબ ઇન્સપેકટર એમ.સી.સંગત્યાણીએ જણાવ્યું હતું. 
 
સ્માર્ટ પોલીસ સ્ટેશન અંતર્ગત ડાકોનો સમાવેશ થયો છે
 
આ અંગેની વધુ માહિતી આપતાં પીએસઆઇએ જણાવ્યું હતું કે, સ્માર્ટ પોલીસ સ્ટેશન અંતર્ગત ડાકોનો સમાવેશ થયો છે. જેથી હાલમાં જુદી જુદી માળખાકિય સુવિધાઓ વિકસાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં ડાકોર પોલીસ સ્ટેશનનું નામ દર્શાવતું મોટા કદનું એલઇડી. બોર્ડ બનાવવા, નાગરિક સુવિધા કેન્દ્રોના રૂમોમાં પીવાના પાણીની વ્યવસ્થા, સમગ્ર પોલીસ સ્ટેશન પરિસરમાં માટી પાથરીને વૃક્ષારોપણ કરવાની કામગીરી, ફેસબુક એકાઉન્ટ ખોલીને લોકોની સમસ્યા અને રજૂઆતોને આવકારી તેનું નિરાકરણ કરવાનીકામગીરી ચાલી રહી છે.
 
દંડ ઇ-ચલણ મશીનથી આપવાની કામગીરી પણ વ્યવસ્થા ગોઠવાઇ છે
 
ટ્રાફિકના નિયમન અંગે ઇ-ચલણનીવ્યવસ્થા ઉભી કરાઇ છે. જેમાં ટ્રાફિકનો દંડ ઇ-ચલણ મશીનથી આપવાની કામગીરી પણ વ્યવસ્થા ગોઠવાઇ છે. મુખ્ય પ્રવેશ દ્વારા પાસેથી કોઇ પણ પ્રકારના રખડતાં પશુઓ પ્રવેશી ગાર્ડન તથા ઘાસને નુકશાન ના પહોંચાડે તે માટે લોખંડની પાઇપોથી ગેટ બનાવવામાં આવશે. આ ઉપરાંત અન્ય માળખાકિય સુવિધાઓની કામગીરી પણ હાલમાં ચાલી રહી છે.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dakor police station Including Smart police station in Gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended