Home »Madhya Gujarat »Latest News »Anand» Dakor In Will Held International Kite Festival In Seven Countries, Three States Participated

ડાકોરમાં પતંગ મહોત્સવ: સાત દેશ, ત્રણ રાજયના પતંગબાજો પતંગ ઉડાડશે

Bhaskar News, Nadiad, Dakor | Jan 10, 2017, 14:24 PM IST

  • ડાકોરમાં પતંગ મહોત્સવ: સાત દેશ, ત્રણ રાજયના પતંગબાજો પતંગ ઉડાડશે,  anand news in gujarati
નડિયાદ,ડાકોર: યાત્રાધામ ડાકોરમાં આવેલી ભવન્સ કોલેજના મેદાનમાં મંગળવારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાશે. આ મહોત્સવમાં  અમેરિકા , થાઇલેન્ડ સહિત 7 દેશ અને  ત્રણ રાજયોના પતંગબાજો વિવિધ રંગબેરંગી પતંગ ઉડાડશે. મહોત્સવને લઇને  જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દીધી છે. 
 
ડાકોર – ઉમરેઠ રોડ પર આવેલી ભવન્સ કોલેજના મેદાનમાં  મંગળવારે સવારે 9.30 થી 4 કલાક દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. આ મહોત્સવનું સવારે 9.30 કલાકે મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇના હસ્તે ઉદઘાટન થશે. આ મહોત્સવમાં  અમેરિકા, ન્યુઝીલેન્ડ, થાઇલેન્ડ, પોલેન્ડ, રશિયા, સ્પેન, શ્રીલંકા તથા ગુજરાત, મહારાષ્ટ અને ઉતરપ્રદેશના પતંગબાજો દ્વારા વિવિધ રંગબેરંગી પતંગ ઉડાડશે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Dakor in will held International Kite Festival in seven countries, three states Participated
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext