Home »Madhya Gujarat »Latest News »Anand» Dakor In Thakor Behave Lord Ram On Birthday Of Good Ram

ડાકોરના ઠાકોરમાં ભગવાન રામને ભાસી, ભક્તોએ 12 વાગે જન્મની આરતી ઉતારી

Bhaskar News, Dakor | Apr 05, 2017, 22:36 PM IST

  • ડાકોરના ઠાકોરમાં ભગવાન રામને ભાસી
ડાકોર:ડાકોરના રણછોડરાય મંદિરમાં ભગવાન શ્રી રામચંદ્ર જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. શ્રી ઠાકોરજીને શ્રી રામસ્વરૂપનો શણગાર કરવામાં આવ્યો હતો. ઠોકોરજીમાં શ્રી રામ સ્વરૂપના દર્શન કરીને ભકતો તથા શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી. બપોરે 12 કલાકે શાલીગ્રામ અને ગોપાલલાલજી મહારાજને પંચામૃત સ્નાન કરવામાં આવ્યું હતું.
 
ભકતોના જય શ્રી રામ અને જય રણછોડ.. નાદની મંદિર ગુંજી ઉઠયું
 
ડાકોર શ્રી રણછોડરાય મંદિરમાં શ્રી રામ જન્મોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયો હતો.મંદિરમાં બિરાજેલા રાજાધિરાજા શ્રી રણછોડરાય ભગવાનને વિશેષ આભુષણ તથા શણગાર કરવામાં આવ્યો હતો અને ભગવાનને સુવર્ણ ધનુષ બાણ અપર્ણ કરવામાં આવ્યું હતું. બપોરે 12 કલાકે શ્રી રામ જન્મોત્સવની ઉજવણી પ્રસંગે શાલીગ્રામ અને ગોપાલલાલજી મહારાજને પંચામૃત સ્નાન કરાવવામાં આવ્યું હતું. ભકતોના જય શ્રી રામ અને જય રણછોડ.. નાદની મંદિર ગુંજી ઉઠયું હતું.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dakor in Thakor behave Lord Ram on Birthday Of Good Ram
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended