Home »Madhya Gujarat »Latest News »Anand» Clash Between Two Community Over Molestation Of Girl At Anand

આણંદ: યુવતીની મશ્કરી બાબતે અથડામણ, પોલીસની કારમાં તોડફોડ

Pankaj Patel, Anand | May 19, 2017, 09:37 AM IST

  • ધિંગાણાં ટોળાએ જિલ્લા પંચાયતના સભ્યની કારમાં તોડફોડ કરી
આણંદ:આણંદ પાસેના મોગરી ગામમાં યુવતીની મશ્કરી કરવા બાબતે બે જૂથ વચ્ચે બુધવારે મોડી રાત્રે સામસામે પથ્થરમારો થયો હતો. જેમાં બે વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ બનાવમાં જિલ્લા પંચાયતના સભ્ય અને પોલીસ કોન્સ્ટેબલની ખાનગી કારની તોડફોડ કરાઈ હતી. આ બનાવની જાણ પોલીસને થતાં વિદ્યાનગર, આણંદ પોલીસ તેમજ જિલ્લા પોલીસ વડા સૌરભકુમાર સિંઘ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પટેલ અને દરબાર જ્ઞાતિના ટોળાંને વિખેરી નાંખ્યા હતા. જેને પગલે મામલો થાળે પડ્યો હતો.
 
તું મારા તબેલાએ ચાલ તને હું દૂધ આપીશ
 
મોગરી ગામના મોટી ભાગોળ ખાતે આવેલા લીમડાવાળા ફળિયામાં રહેતા મનીષભાઈ ઉર્ફે મરઘી અશોકભાઈ પરમારે વિદ્યાનગર પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ફળિયાની યુવતીઓ ગામમાં કંઈ વસ્તુ લેવા માટે જતી હતી ત્યારે છેલ્લાં કેટલાંય સમયથી મિલન પટેલ, હિરેન મેડીકલ સ્ટોરવાળો, તુષાર પટેલ, કલ્પેશ ભગત, શિવો, અક્ષય પટેલ વગેરે ગમે તેમ અપશબ્દો બોલી તેમની મશ્કરી કરતા હતા. દરમિયાન તેમના ફળિયાની એક યુવતી બુધવારે દરણું લેવા જતાં મિલન પટેલે તુ ડેરીએ દૂધ લેવા માટે કેમ જાય છે. તુ મારા તબેલાએ ચાલ તને હુ દૂધ આપીશ તેમ કહીને તેની મશ્કરી કરી હતી.
 
બંને કોમના યુવકો હથિયારો સાથે સામસામે આવી ગયા
 
આ અંગેની જાણ યુવતીએ ઘરે કરી હતી. જેને પગલે મનીષભાઈ યુવકોને ઠપકો આપવા ગયા હતા. જ્યાં આ શખ્સોએ તેની ફેંટ પકડીને લાફો માર્યો હતો. દરમિયાન, મનીષભાઈ અને અન્ય જ્ઞાતિના યુવકો પુન: રાત્રિના સાડા નવ કલાકે ઠપકો આપવા જતા બંને કોમના યુવકો મારક હથિયારો સાથે સામસામે આવી ગયા હતા અને તેમણે પથ્થરમારો કર્યો હતો. મિલને તેની પાસેની લાકડી ધર્મેશભાઈને માથામાં મારી દીધી હતી. બીજી તરફ જિલ્લા પંચાયતના સભ્ય રાજુભાઈ પટેલ ઉર્ફે તાંત્રિક વચ્ચે છોડાવવા પડતા તેમને પણ માર માર્યો હતો અને તેમની કારને તોડફોડ કરી હતી. આ બનાવની જાણ થતાં જ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રભાતસિંહ તેમની ખાનગી કાર લઈને ત્યાં ગયા હતા. જ્યાં ટોળાંએ તેમની કાર પર પણ પથ્થરમારો કર્યો હતો.
 
તારા ટાંટીયા ભાંગી નાંખીશ
 
આ બનાવની જાણ થતાં જ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રભાતસિંહ તેમની ખાનગી કાર લઈને ત્યાં ગયા હતા. જ્યાં ટોળાંએ તેમની કાર પર પણ પથ્થરમારો કર્યો હતો. આ બનાવમાં સામા પક્ષે જયશ્રીબેન પટેલે પણ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતુંં કે, કેયુરભાઈ પટેલ બુધવારે રાત્રિના દસ કલાકે ભાગોળમાં ઊભા હતા ત્યારે મનીષભાઈ પરમાર, જયેશ ઉર્ફે પોપટ અશોક પરમાર આવી ચઢ્યા હતા. તેમને અપશબ્દો બોલી તુંં ગામની ભાગોળે આવી જા. તારા ટાંટીયા ભાંગી નાંખીશ તેમ કહ્યું હતુંં.
 
ઝપાઝપી કરી પથ્થરમારો કર્યો
 
જેને પગલે જયશ્રીબેન અને કેયુરભાઈ બંને ગામની ભાગોળે ગયા હતા. જ્યાં મનીષ, જયેશ, રાજુ તાંત્રિક, ચંદ્રેશ રમેશ પરમાર, શૈલેષ રિક્ષાવાળો, મુકેશ રમણ, વિનુ અંબાલાલ પરમાર અપશબ્દો બોલી તેમની સાથે ઝપાઝપી કરી પથ્થરમારો કર્યો હતો. ચંદ્રેશ પરમારે તેની પાસેનું ધારીયું તુંષારના માથામાં મારી દીધું હતુંં. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે બંને પક્ષે રાયોટીગની કલમ હેઠળ ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
 
બીજા દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બનતા રાહત આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
  (તમામ તસવીરોઃ પકંજ પટેલ, આણંદ)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Clash between two community over molestation of girl at anand
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended