Home »Madhya Gujarat »Latest News »Anand» Charuset Uni Student Made Re Solar Energy Racing Car Her Cost Just Rs1-30 Lakh

ચારૂસેટના સ્ટુડન્ટે બનાવી સૌરઊર્જાથી દોડતી ‘પૃથ્વી’ રેસિંગ કાર, ખર્ચ માત્ર રૂ.1.30 લાખ

Bhaskar News, Anand | Mar 27, 2017, 01:12 AM IST

  • સૌરઊર્જાથી દોડતી રેસિંગ કાર બનાવી
આણંદ:ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં એન્જિનિયરીંગના વિદ્યાર્થીઅોએ સૌરઊર્જાથી પ્રતિ કલાક 52 કિમીની ઝડપે દોડતી રેસિંગકાર પૃથ્વી તૈયાર કરવામાં આવી છે. માત્ર રૂ.1.30 લાખમાં તૈયાર કરાયેલી રેસિંગ કારમાં લક્ઝુરીયસ કાર જેવી ક્રૂઝ કન્ટ્રોલ સિસ્ટમ પણ છે. જેને આંધ્રપ્રદેશના ભીમાવરમમાં યોજાનાર એશિયાની સૌથી મોટી સોલાર સ્પર્ધા ઇલેક્ટ્રિકલ સોલાર વ્હીકલ ચેમ્પિયનશીપ માટે સજ્જ કરવામાં આવી છે. જેમાં એશિયામાંથી 133 ટીમો ભાગ લઇ રહી છે.
સાત મહિના અગાઉ કારનું કાલ્પનિક મોડેલ તૈયાર કર્યુ હતું
 
સૌરઊર્જાથી દોડતી રેસિંગ કાર પૃથ્વીની વિશેષતાઓ વિશે ટીમના કેપ્ટન વિરલ છાયાએ જણાવ્યું હતું કે “ચારૂસેટ યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયરીંગના 12 અને ઇલેક્ટ્રીકલ એન્જિનિયરીંગના 12 મળીને 27 વિદ્યાર્થીઓ દ્વારા સોલાર રેસિંગ કાર બનાવવામાં આવી છે. સાત મહિના અગાઉ કારનું કાલ્પનિક મોડેલ તૈયાર કર્યુ હતું. કારને સૌરઊર્જાથી દોડાવવાની હોવાથી વજન ઓછામાં ઓછું થાય તે માટે કારની બોડી માટે સ્ટીલના બદલે એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો,કાર માત્ર રૂ.1.30 લાખના ખર્ચે કાર તૈયાર કરવામાં આવી છે...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Charuset Uni Student Made Re solar energy racing car her Cost just Rs1-30 lakh
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended