Home »Madhya Gujarat »Latest News »Anand» Charotar Region In Fall Nonseasonal Rain In March Month Due Farmer Concerned

ચરોતર પંથક: માર્ચ મહિનામાં માવઠાની ‘માર્ચ', ધરતીપુત્રો ચિંતિત

Bhaskar News, Virasad, Balasinor, Kapadvanj | Mar 11, 2017, 03:37 AM IST

  • ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે આણંદના વાતાવરણમાં પલટો આવ્યો
વિરસદ, બાલાસિનોર, કપડવંજ:ઉનાળાના આગમનટાણે બે દિવસથી આકાશમાં વાદળો આવતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. એમાંય શુક્રવારે આણંદ જિલ્લામાં વહેરા, દેદરડા, વિરસદ સહિત બોરસદ તાલુકાના મહિકાંઠા વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પડતાં માવઠું થયું હતું. ઘઉં અને તમાકુના પાકમાં નુકશાન થવાની ભીતિથી ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેતાં દિવસના ગરમીનું પ્રમાણ ઘટ્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની અસર હેઠળ આણંદ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. 
 
બપોરના છુટોછવાયો હળવો વરસાદ પડતાં માવઠું થયું 
 
માર્ચ મહિનાના પ્રારંભથી જ તાપમાનનો પારો ઉંચો રહેતાં બપોરના સમયે ઉનાળા જેવી ગરમીની અસર વર્તાવા લાગી હતી. છતાં રાત્રિના હળવી ઠંડીના લીધે મિશ્ર ઋતુ અનુભવાતી હતી. એમાંય બે દિવસથી પવન ફુંકાવા સાથે વાદળો આવતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. આણંદ જિલ્લામાં વ્હેરા, દેદરડા, વિરસદ, રાસ, બામણવા, વટાદરા, વાસણા, ખાનપુર, ધર્મજ ચોકડી, તારાપુર હાઇવે સહિત આણંદ જિલ્લામાં બપોરના છુટોછવાયો હળવો વરસાદ પડતાં માવઠું થયું હતું. બીજી તરફ ખેતરમાં પાક તૈયાર હોય વરસાદી માહોલ સર્જાવાને કારણે ખેડૂતોના જીવ અધ્ધર થઇ ગયા હતા. 
 
કપડવંજ અને બાલાસિનોર વિસ્તારમાં વરસાદના અમીછાંટણા
 
ખેડા જિલ્લામાં શુક્રવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યુ હતું. જ્યારે કપડવંજ અને બાલાસિનોરમાં સમીસાંજે વરસાદના અમીછાંટણા પડ્યા હતા. જેના કારણે વાતાવરણમાં અંશત: ગરમીમાં ઘટાડો થયો હતો. ખેડા જિલ્લામાં ખેડૂતો દ્વારા તમાકુ કાપવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે શુક્રવારે આકાશમાં વાદળછાયું વાતાવરણ જોતાંની સાથે જ તેઓના જીવ તાડવે ચોંટી ગયા હતા. પરંતુ બપોર સુધી વાદળછાયું વાતાવરણ રહ્યુ હતું. જ્યારે જિલ્લામાં માત્ર કપડવંજ અને બાલાસિનોર વિસ્તારમાં વરસાદના અમીછાંટણા થયા હતા. જેના પગલે આ વિસ્તારના ખેડૂતોમાં પોતાના પાકમાં નુકશાન થવાની ભીતિ પ્રવર્તી રહી હતી. 
 
વરસાદી માહોલથી ખેડૂતો ચિંતિત  : 6 કિમીની ઝડપે પવન ફુંકાયો
 
આકાશમાં ઘેરાયેલા વાદળો સાથે વરસાદી માહોલ બનતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આણંદ જિલ્લામાં કેટલાંક સ્થળોએ છુટોછવાયો વરસાદ થતાં ખેડૂતોમાં દોડધામ થઇ ગઇ હતી. ખેતરમાં ઘઉં અને તમાકુનો પાક તૈયાર હોય વરસાદ પડે તો પાકને નુકશાન થવાની ખેડૂતોને ભીતિ સતાવી રહી હતી. જેથી વરસાદ પડે તો પણ પાકને બચાવવા માટેની ખેડૂતોએ તૈયારીઓ આરંભી દીધી હતી. આશુક્રવારે મહતમ તાપમાન 33 ડિગ્રી, લઘુતમ તાપમાન 18.8 ડિગ્રી, ભેજનું પ્રમાણ 73 ટકા, પવનની ઝડપ 6 કિમી પ્રતિ કલાક અને દિશા દક્ષિણ પશ્ચિમ નોંધાઇ હતી. 
 
આગળની સ્લાઇડમાં વાંચો,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Charotar region in fall Nonseasonal Rain in March Month due Farmer concerned
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended