Home »Madhya Gujarat »Latest News »Anand» Charotar In A Grand Celebrations Of Good Ram Birthday Ramnavmi

ચરોતરમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી, આવો હતો માહોલ

Bhaskar News, Nadiad / Kapadvanj / Borsad | Apr 06, 2017, 00:10 AM IST

  • કપડવંજમાં VHPએ શોભાયાત્રા કાઢી
નડિયાદ/કપડવંજ/બોરસદ: નડિયાદ સહિત ખેડા જિલ્લામાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં આવેલા તમામ મંદિરોમાં બુધવારે બપોરે 12 કલાકે ભગવાન શ્રીરામચંદ્રજીનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ દિવ્ય દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા.નડિયાદ શહેરના સંતરામ મંદિર સામે આવેલ રામજી મંદિરમાં ભગવાન રામચંદ્રજીનો જન્મોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. 
 
રામ મંદિરોમાં ભકતોનો મહેરામણ ઉમટી પડ્યો
 
બપોરે 12 કલાકથી પુષ્પથી સુશોભિત કરાયેલા પારણામાં ભગવાનને બિરાજમાન કરાવીને શ્રધ્ધા પૂર્વક જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદમાં ભગવાનની શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આ‌વી હતી. આ ઉપરાંત જિલ્લાના મંદિરોમાં પણ ભગવાન શ્રીરામચંદ્રજીનો જન્મોત્સવ પણ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ નિમિત્તે શોભાયાત્રા તથા ભજન કિર્તનના કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત જિલ્લામાં આવેલા રામજી મંદિરોમાં  ભગવાન રામચંદ્રનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આમ ભગવાન શ્રી રામના જન્મોત્સવને વધાવવામાં માટે રામ મંદિરોમાં ભકતોનો મહેરામણ ઉમટી પડ્યો હતો. 

કઠલાલમાં રામ જન્મોત્સવની ઉજવણી
 
સમગ્ર કઠલાલ પંથકમાં રામનવમી પર્વ નિમિત્તે ભગવાન રામચંદ્રની ભવ્ય સોભાયાત્રા યોજવામાં આવી હતી. કઠલાલના નડિયાદ રોડ પર આવેલ રામમંદિરેથી શોભાયાત્રાનું પ્રસ્થા્ન મામલતદાર બી.એન.મોડ તથા પી.એસ.આઈ એ.જી.રાઠોદે કરાવ્યુ હતું. આ શોભાયાત્રા સરદારના બાવલેથી પટેલવાડો, આઝાદપોળ, સતીપીપળી, નળાનો ઢાળ, મુખીની ખડકી, ભાવસારવાડ, નાનીખડકીથી પસાર થઈ મારવાડ નગરમાં રહીને કઠળાલ ચાર રસ્તા થઈ પરત મંદિરે ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. શોભાયાત્રામાં રામધૂનથી માર્ગો ગૂંજી ઊઠ્યા હતા. 

કપડવંજમાં VHPએ શોભાયાત્રા કાઢી
 
કપડવંજમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને દુર્ગાવાહીનીના સંયુક્ત ઉપક્રમે રામનવમી નિમિત્તે સવારે 10 કલાકે શ્રી મોટા હનુમાનજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હતી. ભગવાન શ્રી રામચંદ્રની શોભાયાત્રા શહેરના આઝાદચોક, લાંબી શેરી, હોળીચકલા, ગાંધી ચોક, કુંડવાવ, ધોળીકુઈ, સુથારવાડા, મીનાબજાર સુધી ફરી હતી. શહેરના વિવિધ રાજમાર્ગો પર ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. શોભાયાત્રામાં દુર્ગાવાહીનીઓ જોડાતાં આકર્ષણ જામ્યુ હતું. આમ કપડવંજમાં રામનવમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. 
 
આગળની સ્લાઇડમાં વાંચો,બોરસદ શહેરમાં રામનવમી નિમિતે નિકળેલી શોભાયાત્રા...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Charotar in a grand celebrations of Good Ram Birthday Ramnavmi
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended