Home »Madhya Gujarat »Latest News »Anand» Borsad Municipal Applications Became A Joke Due Not Working

ડિજિટલ ઇન્ડિયાને લકવો: બોરસદ પાલિકાની એપ્લીકેશન મજાક બની ગઇ

Bhaskar News, Borsad | Feb 21, 2017, 00:05 AM IST

  • ફરિયાદ કરતાના બીજા જ સ્ટેજમાં પાલિકાની એપ કાર્ય કરતી બંધ થઇ જાય છે
બોરસદ: બોરસદ પાલિકા દ્વારા શહેરના પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય તે માટે એપ્લીકેશન લોંચ કરવામાં આવી હતી. પરંતુ આ એપ્લીકેશનનું બાળમરણ થઇ ગયું છે. એક વર્ષથી અમલમાં મુકેલા આ પ્રોજેક્ટમાં કોઇ જ ધારી સફળતા મળી નથી. જ્યારે પ્રજામાં પણ આ અંગે રોષ જોવા મળી રહ્યો છે. બોરસદ પાલિકાએ ગત વર્ષે નગરજનોની સુવિધાઓ અને સમસ્યાના તાત્કાલિક નિકાલ માટે એપ લોન્ચ કરી હતી. જેમાં અરજદાર 24 કલાક દરમિયાન ગમે ત્યારે ફરિયાદ કરી શકે છે. 
 
એપ્લીકેશનની અમલવારી કરવામાં આવી ત્યારથી જ મુર્છીત અવસ્થામાં છે
 
જેમાં કચરો, લાઇટ, પાણી, સફાઇ તદ્દઉપરાંત વિવિધ યોજનાઓ અને જરૂરી દસ્તાવેજો, ટેક્સની પણ માહિતી મળી રહે તેવી સુવિધા ઉભી કરવામાં આવી હતી. પરંતુ આ એપ્લીકેશન અમલમાં આવી ત્યારથી જ તેનું બાળમરણ થઇ ગયું છે અને પાલિકાનો લાખોનો ખર્ચ વ્યર્થ ગયો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, એપ્લીકેશનની અમલવારી કરવામાં આવી ત્યારથી જ મુર્છીત અવસ્થામાં છે. કોઇ જ અમલવારી કરવામાં આવી નહતી.
 
થોડીક મિનિટોમાં ફરિયાદનો અમલ થઇ ગયો છે
 
માત્ર ખોટે ખોટા ઇમેલ અને એસએમએસ દ્વારા પ્રથમ ફરિયાદ નોંધણી નંબર અને થોડીક મિનિટોમાં ફરિયાદનો અમલ થઇ ગયો છે. કામ પૂર્ણ થઇ ગયાનો મેસેજ આવી જતો હતો. પહેલા દિવસથી જ મશ્કરીરૂપ બનેલી એપ્લીકેશન છેલ્લા ઘણા મહિનાથી તદ્દન મુર્છીત અવસ્થામાં છે. જેને કારણે પ્રજાને ફરિયાદનો નિકાલ કરવા કે પ્રશ્નોની રજુઆત માટે પાલિકાના ધક્કા ખાવા પડી રહ્યાં છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Borsad municipal applications became a joke due not working
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended