Home »Madhya Gujarat »Latest News »Anand» April 1 Will Be Applied The Rule Aadhaar Cards Mandatory In Fair Price Shop

1લી એપ્રિલથી નિયમ લાગુ થશે: સસ્તા અનાજની દુકાન પર હવે આધારકાર્ડ ફરજિયાત

Bhaskar News, Anand | Mar 25, 2017, 23:20 PM IST

  • 1લી એપ્રિલથી નિયમ લાગુ થશે: સસ્તા અનાજની દુકાન પર હવે આધારકાર્ડ ફરજિયાત,  anand news in gujarati
(તસવીર પ્રતિકાત્મક)
 
આણંદ:રાજ્ય સરકાર આગામી 1લી એપ્રિલ 2017થી આધારકાર્ડ ફરજીયાત કરવામાં આવી રહ્યું છે. જેથી સરકાર હસ્તકની તમામ યોજનાઓ તથા અન્ય આનુષંગિક કામગીરીમાં આધારકાર્ડ રજુ કરવું ફરજીયાત રહેશે.આણંદ જિલ્લામાં આધારકાર્ડ ફરજીયાત સંદર્ભે રેશનકાર્ડધારકે વ્યાજબી ભાવની દુકાને અનાજ-કેરોસીન મેળવવા માટે આધારકાર્ડ ફરજીયાત રજુ કરવાનું રહેશે. 
 
આધાર નોંધણી નંબર માત્ર 30 જૂન, 2017 સુધી જ માન્ય રાખવામાં આવશે
 
જો રેશનકાર્ડધારક પાસે આધાર નંબર ન હોય તો આધાર નોંધણી નંબર ફરજીયાત રજુ કરવાનો રહેશે. પરંતુ આ આધાર નોંધણી નંબર માત્ર 30 જૂન, 2017 સુધી જ માન્ય રાખવામાં આવશે. તે પછી ફરજીયાતપણે આધારકાર્ડ જ રજુ કરવાનું રહેશે. જેની સર્વ રેશનકાર્ડધારકોએ નોંધ લેવા વિનંતી છે. આ બાબતે મોટા પ્રમાણમાં લોકો દ્વારા આધારકાર્ડ માટે અરજી કરવામાં આવેલ હશે જ તેમજ ઓનલાઇન આધારકાર્ડ જનરેટ પણ થયેલ હશે.
 
કેશલેસ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે
 
પરંતુ ટપાલ દ્વારા તેઓને મળેલ નહી હોય જેથી તે સંબંધે આપ નજીકના આધાર નોંધણી કેન્દ્ર કે જાતે જ ઓનલાઇન આપના આધારકાર્ડ બાબતની અદ્યતન વિગતો મેળવી શકશો તેમજ ઓનલાઇન પ્રિન્ટ પણ મેળવી શકશો. સર્વે રેશનકાર્ડધારકોને જીલ્લાની તમામ વ્યાજબી ભાવની દુકાનો પર કેશલેસ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનો વધુમાં વધુ લાભ લેવા જિલ્લા પુરવઠા અધિકારી આર. ટી. ઝાલાએ જણાવાયું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: April 1 will be applied the rule Aadhaar cards mandatory in Fair price shop
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended