Home »Madhya Gujarat »Latest News »Anand» Anand Poultry Administrator Office On Raids By IT Due Traders Beats

આણંદના પોલ્ટ્રીફાર્મ સંચાલકની ઓફિસ પર ITના દરોડા, વેપારીઓમાં ફફડાટ

Bhaskar News, Anand | Mar 18, 2017, 02:02 AM IST

  • આરપીટી ચેમ્બર્સના પ્રથમ માળે સ્થિત સંતરામ ચિકસની ઓફિસ પર આવક વેરા વિભાગની ટુકડી ધસી ગઇ
આણંદ: સુરત જિલ્લાના વ્યારા ખાતેના એક પોલ્ટ્રીફાર્મના વેપારી દ્વારા નોટબંધીના સમયગાળા દરમિયાન એક કરોડના મરઘા વેચવાના અહેવાલો વચ્ચે આજે આણંદના સરદાર ગંજમાં આવેલી પોલ્ટ્રીફાર્મની ઓફિસ પર આવકવેરા વિભાગે દરોડો પડ્યો હતો. જેના લીધે આસપાસના દુકાન ધરાવતાં અમુક વેપારીઓ દુકાનના શટર પાડીને રવાના થઇ ગયા હતા. આવક વેરા વિભાગના કાફલાએ સંતરામ ચિકસની ઓફિસમાં દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી દીધી હતી. 
 
શુક્રવારે બપોર પછી ટુકડી આણંદમાં આવી પહોંચી હતી
 
બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે લાખો રૂપિયાનું બિનહિસાબી નાણું પકડાવાનું સંભાવના રહેલી છે. જો કે આ ઘટનાને લીધે સરદાર ગંજ વિસ્તારમાં સન્નાટો છવાયો હતો.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે સારસા રોડ પર આવેલા એક મોટા પોલ્ટ્રીફાર્મ પર આવક વેરા વિભાગની ટીમ ત્રાટકી હતી. તેની તમામ દસ્તાવેજો ચકાસ્યા હતા. જેમાં તેને મળેલી માહિતીને આધારે શુક્રવારે બપોર પછી ટુકડી આણંદમાં આવી પહોંચી હતી. સરદાર ગંજ વિસ્તારમાં આર.પી.ટી ચેમ્બર્સ ખાતેના પ્રથમ માળે  આવેલી સંતરામ ચિકસની ઓફિસ પર આવક વેરા વિભાગની ટુકડી ધસી ગઇ હતી. 10-12 અધિકારીઓના કાફલાએ 4 થી 5 જેટલી ચેમ્બર્સનો કબજો લઇ લીધો હતો. જેમાં એક મહિલા અધિકારીનો પણ સમાવેશ થાય છે.
 
સંતરામ ચિકસના સંચાલકના ટેકેદારો આવી પહોંચ્યા
 
અને ત્યાંના મુકેલ દસ્તાવેજી પુરાવાની ચકાસણી શરૂ કરી દીધી હતી. રોકડ વ્યવહારો, બીલો સહિત વિવિધ દસ્તાવેજો તપાસ ચાલી રહી છે. જો કે મોડીરાત સુધી તપાસનો ધમધમાટ જારી રહેશે. બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે કદાચ આવતીકાલ સુધી પણ આઇટીની ટીમના ધામા અહીં રહેવાની સંભાવના છે. નોટબંધી દરમ્યાન થયેલા વ્યવહારોની ચકાસણી માટે આવક વેરા વિભાગ સક્રિય બની રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં સંતરામ ચિકસના સંચાલકના ટેકેદારો આવી પહોંચ્યા હતા. પરંતુ આવક વેરા વિભાગની ટીમે કોઇને પણ મચક આપી ન હતી. જો કે આણંદમાં અન્ય બે સ્થળોએ પણ સવારે આવક વેરા વિભાગે તપાસ કરી હોવાની વાતો વાયુવેગે પ્રસરી હતી. પરંતુ આવક વેરા વિભાગની ટીમે કોઇને પણ મચક આપી ન હતી.  
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Anand poultry administrator office On raids by IT due traders beats
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended