Home »Madhya Gujarat »Latest News »Anand» Anand NRI's Going To Mumbai-Delhi For Change Currency Due Fury

આણંદ: NRI ને નોટો બદલવા માટે મુંબઇ-દિલ્હી જવું પડતાં રોષ

Bhaskar News, Anand | Feb 02, 2017, 23:50 PM IST

  • આણંદ: NRI ને નોટો બદલવા માટે મુંબઇ-દિલ્હી જવું પડતાં રોષ,  anand news in gujarati
(તસવીર પ્રતિકાત્મક)
 
આણંદ:આણંદ જિલ્લામાં  જાન્યુઆરી માસમાં વિદેશી મોટા પ્રમાણમાં એનઆરઆઇ પોતાના વતનમાં આવ્યા છે. પરંતુ તેઓની પાસેેની 1000 અને 500ના દરની જુની નોટો બદલવા માટે રાજ્યમાં કોઇ વ્યવસ્થા નથી. તેના કારણે જુની નોટો બદલવા દિલ્હી, મુંબઇ સુધી જવું પડે છે. જેથી એનઆરઆઇએ ભેગા મળી સાંસદ દિલીપભાઈને રજૂઆત કરી હતી. જેથી સાંસદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા નાણાં પ્રધાનને રજૂઆત અમદાવાદ ખાતે સેન્ટર ફાળવવાની માંગ કરી છે. 
 
એનઆરઆઇ 500 અને 1000ના દરની ચલણી નોટો બેંક લોકરમાં મુકી રાખી હતી
 
આણંદ - ખેડા જિલ્લાના વિદેશમાં રહેતાં એનઆરઆઇ નોટ નાબૂદી બાદ મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક એનઆરઆઇ 500 અને 1000ના દરની ચલણી નોટો બેંક લોકરમાં મુકી રાખી હતી. વતનમાં આવે ત્યારે તેનો ઉપયોગ કરતા હતા. પરંતુ નોટ નાબૂદી બાદ 31 ડિસેમ્બર સુધી નોટ બદલી શકાતી હતી. ત્યારબાદ તા.31મી માર્ચ સુધી આરબીઆઇ મુંબઇ અને દિલ્હી ખાતે ચોક્કસ કારણ આપીને બદલવાની વ્યવસ્થા સરકારે કરી હતી. હાલમાં વિદેશી કેટલાક એનઆરઆઇ પોતાના વતનમાં આવ્યા છે. કેટલાક એનઆરઆઇને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી એનઆરઆઇ પોતાના લોકરમાં મુકેલા જુની ચલણી 500અને 1000નોટો કાઢી હતી. જેને બદલવા માટે તકલીફ ઊભી થઇ છે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Anand NRI's going to Mumbai-Delhi for change currency due Fury
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended