Home »Madhya Gujarat »Latest News »Anand» Anand In Tall Mall Inaugurated By Gujarati Actor Naresh Kanodiya And Mayur Vakani

આણંદ: ટોલમોલના ઉદ્દઘાટનમાં આવ્યા નરેશ કનોડીયા અને 'સુંદર', આવો હતો માહોલ

Bhaskar News, Anand | Apr 18, 2017, 22:32 PM IST

  • 3 ભાઇઓએ વિદ્યાનગર રોડ પર જી-દર્શન ટોલમોલ નામનો મહાસ્ટોર ઉભો કર્યો છે
આણંદ:આણંદ શહેર અને જિલ્લાના ભૂલકાઓને મનગમતા રમકડા, સાધનો સહિતની વસ્તુઓ મળી રહે તે માટ રામભાઈ, લક્ષ્મણભાઈ તથા ભરતભાઈએ વિદ્યાનગર રોડ પર જી-દર્શન ટોલમોલ નામનો મહાસ્ટોર ઉભો કર્યો છે. જેના ઉદ્દઘાટન સમારોહ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના કોઠારી ભગવત ચરણ સ્વામી તથા સંતો, ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડીયા અને તારક મહેતા સિરીયલના સુંદર તરીકે જાણીતા કલાકાર મયુર વાકાણી અને પાલિકા પ્રમુખ મીતાબેન પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
 
શહેરમાં નાના-મોટા પાંચ દુકાનો ઉભી કરીને સારી એવી નામના મેળવી છે
 
બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના કોઠારી ભગવત ચરણ સ્વામીએ જણાવ્યું હતું કે" પ્રયત્નશીલ પુરુષ સાથે સદાય ઇશ્વર રહે છે. લક્ષ્મણભાઈ, રામભાઈ અને ભરતભાઈએ નાના ધંધાથી શરૂઆત કરીને અથાગ મહેનત અને પરિશ્રમ કરી શહેરમાં નાના-મોટા પાંચ દુકાનો ઉભી કરીને સારી એવી નામના મેળવી છે. તેઓના અથાગ પ્રયત્નો થકી આણંદ જિલ્લામાં રમત-ગમતના સાધનો માટે સૌથી મોટો સ્ટોલ ઉભો થયો છે.તેઓ સદાય સત્સંગી રહ્યા હતા. અને ભગવાન સ્વામીનારાયણની કૃપા તેઓની સાથે છે. તેના કારણે ધંધામાં સફળ રહ્યા છે.'
 
નરેશ કનોડીયાએ ત્રણેય ભાઇઓને અભિનંદન પાઠવ્યા હતા
 
ફિલ્મ સ્ટાર અને રાજકીય નેતા નરેશ કનોડીયાએ જણાવ્યું હતું કે "લક્ષ્મણભાઈ અને તેમના ભાઇઓએ નાનાકડી દુકાનથી શરૂઆત કરીને સતત પ્રગતિ કરીને મોટો દરિયો બનાવ્યો છે. તે બદલ ત્રણેય ભાઇઓને અભિનંદ પાઠવ્યા હતા.' આ પ્રસંગે આણંદ નગરપાલિકાના કાઉન્સિલર પ્રજ્ઞેશભાઈ પટેલ, વિજયભાઈ (માસ્તર) તથા સગા-સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Anand in Tall Mall inaugurated by Gujarati Actor Naresh kanodiya and Mayur vakani
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended