Home »Madhya Gujarat »Latest News »Anand» Anand In Man Unconscious Was Brought To The Police Station And Died

આણંદ: યુવકને પોલીસ મથકે લાવતા જ ફફડાટના માર્યો બેભાન થયો, મોત

Bhaskar News, Anand | Feb 17, 2017, 23:02 PM IST

  • આણંદ: યુવકને પોલીસ મથકે લાવતા જ ફફડાટના માર્યો બેભાન થયો, મોત,  anand news in gujarati
આણંદ: આણંદમાં મોગરી-જીટોડિયા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા 30 વર્ષીય યુવકે પિતા પાસે પૈસાની માંગણી કરી હતી. જોકે, પિતાએ પૈસા આપવાનો ઈન્કાર કરતા યુવકે તેમની સાથે ઝઘડો કરી ઘર છોડી ભાગી ગયો હતો. આ અંગેની જાણ પિતાને થતાં તેમણે વિદ્યાનગર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. વિદ્યાનગર પોલીસે યુવકને જનતા ચોકડી પાસેથી પકડી લાવી પોલીસ સ્ટેશને લાવી હતી. 
 
ફફડાટના માર્યો તે બેભાન થઈ ગયો
 
જોકે, પોલીસ સ્ટેશનમાં આવતા જ યુવકના મોતિયા મરી ગયા હતા. ફફડાટના માર્યો તે બેભાન થઈ ગયો હતો. જેને પગલે પોલીસ તુરંત જ તેને કરમસદની ખાનગી હોસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
 
અવાર-નવાર તેના પિતા પાસેથી પૈસાની માંગણી કર્યા કરતો
 
આ અંગે વાત કરતા વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ કાળાભાઈએ જણાવ્યું હતું કે, મોગરી-જીટોડિયા રોડ પર આવેલી દિવ્ય દર્શન સોસાયટીમાં 58 વર્ષીય રમેશ વણકર રહે છે. તેઓ આઈપી મિશન શાળામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેમને બે સંતાન છે. જે પૈકી નાનો દીકરો 30 વર્ષીય ભાવેશ રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. જોકે, તે અવાર-નવાર તેના પિતા પાસેથી પૈસાની માંગણી કર્યા કરતો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Anand in man unconscious was brought to the police station and Died
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended