Home »Madhya Gujarat »Latest News »Anand» Anand In Held Starting Notebooks Exposition By Jai Jalaram Group

આણંદમાં જય જલારામ ગ્રુપ દ્વારા નોટબુક્સના પ્રદર્શનનો પ્રારંભ

Bhaskar News, Anand | Feb 25, 2017, 00:09 AM IST

આણંદ: આણંદ શહેરના વિદ્યાનગર રોડ પર આવેલા વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે જય જલારામ ગ્રુપ દ્વારા નોટબુક્સના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો શુક્રવારથી પ્રારંભ થયો છે. મીડયા પાર્ટરન ‘દિવ્ય ભાસ્કર’ તથા આણંદ જિલ્લા કલેક્ટર કચેરીના સહયોગથી યોજાયેલા આ પ્રદર્શનમાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં વાલીઓ ઉમટી પડ્યાં હતાં. 
 
શનિવારના રોજ સાંજે વિવિધ 20 સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
 
ચરોતરમાં એજ્યુકેશન ક્ષેત્રે ઉભરી રહેલાં જય જલારામ ગ્રુપ દ્વારા અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમની અંદાજીત 60 હજાર નોટબુકનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જોકે, ત્રણ દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં 25મીને શનિવારના રોજ સાંજે વિવિધ 20 સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આજના ઉદ્દઘાટન પ્રસંગે જય જલારામ ગ્રુપના ચેરમેન દિક્ષિતભાઈ પટેલ તથા સંતો અને સહિત મહાનુભાવો હાજર રહ્યાં હતાં.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Anand in held starting Notebooks exposition by Jai Jalaram Group
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended