Home »Madhya Gujarat »Latest News »Anand» Anand In Fake Police Took Two Gold Bangles From Widow

આણંદમાં નકલી પોલીસે વિધવાના સોનાની બે બંગડીઓ સેરવી લીધી

Bhaskar News, Anand | Feb 25, 2017, 01:10 AM IST

  • આણંદમાં નકલી પોલીસે વિધવાના સોનાની બે બંગડીઓ સેરવી લીધી,  anand news in gujarati
આણંદ:આણંદ શહેરની મર્કન્ટાઈલ બેંક પાસે ગુરૂવારે સવારે એક વિધવા મહિલાને આણંદ શહેરમાં ખૂબ જ ચોરી થાય છે તેમ જણાવીને 50 હજારની કિંમતની અઢી તોલા વજનની સોનાની બે બંગડીઓ ઉતરાવીને થેલીમાં મૂકવાના બહાને સેરવી લઈ ત્રણ ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. આણંદ શહેર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સીપી કોલેજ પાછળ આવેલા ચિત્રકુટ એપાર્ટમેન્ટમાં રહેતા જશોદબેન ઉમેદભાઈ પટેલ ગુરૂવારે સવારે 11 વાગ્યે શેરાજેનમાં થેરાપી લેવા માટે જતા હતા. 
 
સોનાની બન્ને બંગડીઓ સેરવી લીઘી અને થેલી પરત આપી 
 
દરમિયાન મર્કન્ટાઈલ બેંક પાસે બે યુવકો તેમને મળ્યા હતા. યુવકોએ જશોદાબહેનને જણાવ્યું કે, તેમને સાહેબ બોલાવે છે, આથી તેઓ  રોડ ક્રોસ કરીને સામેના છેડે ગયા હતા. જ્યાં એક યુવકે તેમને સોનાની બંગડીઓ કેમ પહેરી છે. આણંદમાં ચોરીઓ બહુ જ થાય છે તેમ કહ્યું હતુ. દરમ્યાન એક ત્રીજો યુવક ત્યાં આવી ચઢતાં તેને પણ વીંટી કેમ પહેરી છે, થેલીમાં મૂકી દો તેમ કહીને તેની પાસેની વીંટી થેલીમાં મૂકાવી દઈ જશોદાબેનને પણ બંગડીઓ કાઢીને કાગળમાં લપેટી થેલીમાં મૂકવાના બહાને પેલા ગઠિયાઓએ રૂા. 50 હજારની કિંમતની સોનાની બન્ને બંગડીઓ સેરવી લીઘી અને થેલી પરત આપી તેઓ ત્યાંથી પલાયન થઈ ગયા.
 
પેલા ત્રણેય યુવકો મળી આવ્યા નહોતા
 
બીજી તરફ, થોડે દૂર ગયા બાદ જશોદાબેને થેલીમા તપાસ કરતાં સોનાની બંગડીઓ થેલીમાં  નહોતી. તેઓ તુરંત જ ત્યાં પરત જતાં પેલા ત્રણેય યુવકો મળી આવ્યા નહોતા. આ અંગે તેમણે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વૃદ્ધાના જણાવ્યા અનુસાર, ત્રણ પૈકી એક 45 વર્ષનો, બીજો 35 વર્ષનો અને ત્રીજો 25 વર્ષનો હતો. પોલીસે ત્રણેય ગઠિયાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Anand in fake police took two gold bangles from widow
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended