Home »Madhya Gujarat »Latest News »Anand» Anand In Cool Come Again Due Scenes Occurred At Hill Station

આણંદ: ફરી ઠંડી જામી, સવારે સર્જાયા હિલ સ્ટેશન જેવા દ્રશ્યો

Bhaskar News, Anand | Feb 24, 2017, 00:51 AM IST

  • સવારે હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા હતા
આણંદ:ઉત્તર ભારતમાંથી આવી રહેલા ઠંડા પવનને કારણે બે દિવસથી હળવી ઠંડીનો અહેસાસ થાય છે. ગુરુવારે તાપમાનનો પારો ઘટીને 12.1 ડિગ્રી નોંધાયો હતો. જેને કારણે સવારે હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા હતા. જોકે આગામી અઠવાડિયામાં તાપમાનનો પારો વધશે પરંતુ ઉનાળાના આગમન અગાઉ માર્ચ મહિનામાં ઠંડીનો એક રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે.આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાનશાસ્ત્રી ડો.વ્યાસપાંડેએ જણાવ્યું હતું કે હાલમાં ઉત્તર ભારત તરફથી આવતાં ઠંડા પવનને કારણે તાપમાનનો પારો ઘટ્યો છે.
 
ધૂળેટીના પર્વની આસપાસ હળવી ઠંડીનો માહોલ રહેવાની શક્યતા છે
 
જોકે આગામી અઠવાડિયામાં તાપમાનનો પારો વધશે. પરંતુ માર્ચ મહિનામાં હોળી ધૂળેટીના પર્વની આસપાસ હળવી ઠંડીનો માહોલ રહેવાની શક્યતા છે. ઉનાળાના આગમન અગાઉ ઠંડીનો એક રાઉન્ડ આવવાની શક્યતા છે. ગુરુવારે મહતમ તાપમાન 30.8 ડિગ્રી, લઘુતમ તાપમાન 12.1 ડિગ્રી, ભેજનું પ્રમાણ 79 ટકા, પવનની ઝડપ 3.1 કિમી પ્રતિ કલાક અને દિશા ઉત્તર પૂર્વ નોંધાઇ હતી. ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં 6 ડિગ્રી અને લઘુતમ તાપમાનમાં 4.5 ડિગ્રીનો ઘટાડો નોંધાતા હળવી ઠંડીની અસર વર્તાઇ રહી છે. ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા આગામી અઠવાડિયામાં તાપમાન સામાન્ય રહેવાની આગાહી કરાઇ છે. 24થી 28 ફેબ્રુઆરી સુધી મહતમ તાપમાન 33 ડિગ્રી અને લઘુતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેશે.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Anand in cool come again due Scenes occurred at Hill Station
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended