Home »Madhya Gujarat »Latest News »Anand» Anand In CM Of Helicopter Stop Condition Due To The Car In Returned To Gandhinagar

આણંદમાં CMનું હેલિકોપ્ટર ખોટકાયું, કારમાં ગાંધીનગર પરત ફર્યા

Bhaskar News, Anand/Gandhinagar | Jan 28, 2017, 00:07 AM IST

  • આણંદની વેટરનરી કોલેજના હેલિપેડ પર CMનું હેલિકોપ્ટર ખોટકાઇ જતાં તેની સુરક્ષા માટે પોલીસ વિભાગ દ્વારા ચાર ગાર્ડ મૂકવામાં આવ્યા હતા.
ગાંધીનગર,આણંદ:પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લેવા માટે સીએમ હેલિકોપ્ટર મારફતે આણંદ પહોંચ્યા ત્યારે હેલિકોપ્ટર બરાબર ચાલતું હતું પરંતુ બપોરે કાર્યક્રમ પુરો થયા બાદ હેલિકોપ્ટર ચાલું થઇ શક્યું ન હતું. પ્લગમાં ખામીને કારણે ઇંધણનો પુરવઠો નહીં મળતા હેલિકોપ્ટરનું એન્જિન ખોટકાઇ ગયું હતું. સદનસિબે હેલિકોપ્ટર પાર્કિંગના સમયે જ ખોટકાતા દુર્ઘટના ટળી હતી. સીએમની સુરક્ષા વ્યવસ્થામાં આ પ્રકારની ખામીની ગંભીર નોંધ લઇને રાજ્ય સરકારે તપાસના આદેશો કર્યા છે. 
 
ખામી દુર કરવા  ખાસ ટીમ બોલાવાઇ
 
આણંદ વેટરનરી કોલેજમાં 30 કલાકથી  હેલિકોપ્ટર બંધ હાલતમાં પડી રહ્યું છે. રીપેરીંગ માટે નિષ્ણાંતની ટીમને અમદાવાદથી બોલાવી હતી.અમદાવાદથી જરૂરી સામાન આવ્યા બાદ રિપેરીંગ થશે.
 
હેલિકોપ્ટરની સુરક્ષા માટે ચાર ગાર્ડ મૂકાયા

કોલેજમાં હેલિપેડ પર CMને લઇને આવેલ હેલિકોપ્ટરમાં ખામી સર્જાતાં બંધ હાલતમાં પડી રહ્યું છે. તેની સુરક્ષા માટે ચાર ગાર્ડ મુકાયા છે.-સૌરભસિંઘ, DSP
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Anand in CM of helicopter Stop condition due to the car in returned to Gandhinagar
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext