Home »Madhya Gujarat »Latest News »Anand» Anand In 4-25 Lakh Stealing To Break The Glass Of The Car

આણંદ: ઘર પાસે પાર્ક કારના કાચ તોડી 4.25 લાખની ચોરી

Bhaskar News, Anand | Mar 24, 2017, 02:13 AM IST

  • આણંદ: ઘર પાસે પાર્ક કારના કાચ તોડી 4.25 લાખની ચોરી,  anand news in gujarati
(ઘર પાસે પાર્ક કારના કાચ તોડી 4.25 લાખની ચોરી)
 
આણંદ: આણંદના અમૂલ ડેરી રોડ પર શ્રી હરી કોમ્પલેક્ષમાં રહેતા ટીંકલકુમાર અરવિંદભાઈ પટેલ બુધવારે સાંજે આંગડિયા પેઢીમાંથી રૂા. 4.25 લાખ લઈ પોતાના ઘરે આવ્યા હતા. દરમિયાન સાંજે સાત કલાકે તેમણે પોતાની કાર ઘર પાસે પાર્ક કરી હતી. એ જ સમયે ગણેશ ચોકડી તરફથી બાઇક પર આવેલાં બે અજાણ્યા શખ્સે કારની ડાબી સાઈડનો કાચ તોડી કારમાં ડ્રાઈવર સીટની બાજુમાં પડેલી રૂા. 4.25 લાખ ભરેલી બેગ ઉઠાવી ફરાર થઈ ગયા હતા. આ બેગમાં આધાર કાર્ડ સહિત અન્ય દસ્તાવેજ પણ હતા. ટીંકલકુમાર પટેલની ફરિયાદના આધારે આણંદ શહેર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Anand in 4-25 lakh stealing to break the glass of the car
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended