Home »Madhya Gujarat »Latest News »Anand» Anand Finava In Playing The Missing Girl Found Dead The Next Day

આણંદ: રમતા રમતા ગૂમ થયેલી બાળકીની બીજા જ દિવસે લાશ મળી

Bhaskar News, Anand | Feb 15, 2017, 23:10 PM IST

  • (તસવીર પ્રતિકાત્મક)
આણંદ: ખંભાતના ફીણાવ ગામમાં મંગળવારે સવારે ઘર પાસે જ રમી રહેલી બાળકી અચાનક ગુમ થઈ જતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. પરિવારજનોએ આસપાસમાં ગુમશુદા બાળકીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. જેને પગલે પરિવારે આ મામલે ખંભાત પોલીસ સ્ટેશને તેના ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ બુધવારે મોડી સાંજે અપહ્ત બાળકીની હત્યા કરાયેલી હાલતમાં બોરસદ તાલુકાના વિરસદ ગામ સ્થિત ખોડિયારપુરા સીમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે અપહરણ ઉપરાંત અજાણ્યા શખ્સ વિરૂદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ હાથ ધરી છે.
 
રમતાં-રમતાં ઘરની બહાર નીકળી ગઈ હતી
 
આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, તારાપુરના વાલ્મીકીવાસમાં દિનેશભાઈ છોટાભાઈ તળપદા તેમની પત્ની સરોજબેન તેમજ બે સંતાન 4 વર્ષીય શીવાની નામની પુત્રી તેમજ એક વર્ષીય તુષાર નામના પુત્ર સાથે રહે છે. છેલ્લાં નવ દિવસથી સરોજબેન તેમના પિયર ખંભાત તાલુકાના ફીણાવ ખાતે બંને સંતાનો સાથે રહેવા આવ્યા હતા. દરમિયાન મંગળવારે સવારે નવ કલાકે તેમની પુત્રી શીવાની અચાનક રમતાં-રમતાં ઘરની બહાર નીકળી ગઈ હતી. 
 
રામદેવપીર મંદિર પાસે તથા ફળિયામાં પણ તપાસ કરી હતી
 
જોકે, બીજી તરફ છેલ્લાં બે દિવસથી ફીણાવ આંગણવાડીમાં જતી શિવાનીને લેવા માટે મંગળવારે સવારે નવ કલાકે તેડાઘર બહેન આવ્યા હતા. એ સમયે શિવાનીની સરોજબેને શોધખોળ હાથ ધરી હતી. પરંતુ શિવાનીનો કોઈ પત્તો લાગ્યો નહોતો. જેને પગલે તેઓ બેબાકળા બન્યા હતા. તેમણે ફીણાવમાં આવેલા રામદેવપીર મંદિર પાસે તથા ફળિયામાં પણ તપાસ કરી હતી. પરંતુ બાળકીનો કોઈ પત્તો મળ્યો નહોતો. તેમણે તેમના પતિ દિનેશભાઈને આ બનાવની જાણ કરી હતી. જેને પગલે તેઓ પણ તુરંત જ ફીણાવ ખાતે દોડી આવ્યા હતા. તેમણે ફીણાવ ગામ સહિત આસપાસના ગામ અને સંબંધીઓના ઘરે તપાસ હાથ ધરી હતી. પરંતુ બાળકીનો કોઈ પત્તો ન લાગતા આખરે તેમણે ખંભાત પોલીસ સ્ટેશને તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
 
આગળની સ્લાઇડમાં વાંચો,વિરસદના ખોડિયારપુરા સીમમાં એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Anand Finava In playing the missing girl found dead the next day
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended