Home »Madhya Gujarat »Latest News »Anand» Anand District In Five Persons Have Gone Missing Under Mysterious Circumstances

આણંદ જિલ્લામાં 3 સ્ત્રી અને 2 પુરુષ રહસ્યમય સંજોગોમાં ગુમ

Bhaskar News, Anand | Jan 10, 2017, 04:39 AM IST

આણંદ:આણંદ જિલ્લામાં ગત સપ્તાહ દરમ્યાન 3 સ્ત્રી અને 2 પુરુષ ગુમ થયાનો બનાવ બન્યા છે. જે અંગે જે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આણંદ પંથકમાં ગુમ થવાના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. તેમાંય યુવતીઓ ભાગી જવાના બનાવો વધી રહ્યા છે. તેની પાછળ સમાજની વ્યવસ્થા જવાબદાર હોવાનું ચર્ચાઇ રહ્યું છે.વિદ્યાનગર 22 ગામ સ્કૂલ પાસે રામેશ્વર સોસાયટીમાં રહેતાં અશોકભાઇ ચીમનભાઈ ઠાકોર ઉ.વ.20 કડીયાકામ કરે છે. તેઓ પંદર દિવસ અગાઉ ઘરેથી કડીયાકામ કરવા જઉ છું તેમ કહીને નીકળ્યા હતા. તે મોડી સાંજ સુધી ઘરે પરત આવ્યા ન હતા. તેમના પરિવારજનોએ તપાસ કરવા છતાં કોઇ પત્તો લાગ્યો ન હતો. આ અંગે કાન્તીભાઈ ઠાકોરે વિદ્યાનગર પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરી છે.
 
વેનીસાબેન ગત તા.2ના રોજ ઘરેથી નોકરી પર જઉ છું તેમ કહીને નીકળ્યા હતા
 
બીજા બનાવમાં આણંદ સલાટીયા રોડ ઉપર આવેલ આશાનગર સોસાયટીમાં રહેતા અસલમભાઈ નુરમહમદભાઈ વ્હોરા (ઉ.વ.76) ગત તા.5મીના રોજ ઘરેથી કોઇ કહ્યા સિવાય ક્યાંક ચાલ્યા ગયા છે. જેઓની તપાસ કરવા છતાં કોઇ પત્તો લાગ્યો ન હતો. આ અંગે અલતાફભાઈ વ્હોરાએ આણંદ ટાઉન પોલીસ મથકે જાણ કરતાં પોલીસે જાણવા જોગ નોંધ લીધી છે.ત્રીજા બનાવમાં ઓડ ગામે ખ્રિસ્તી મહોલ્લામાં રહેતાં સીનેશભાઈ સુલેમાન પરમારની દીકરી વેનીસાબેન ગત તા.2ના રોજ ઘરેથી નોકરી પર જઉ છું તેમ કહીને નીકળ્યા હતા. તેઓ મોડી સાંજ સુધી ઘરે પરત ન આવતાં પરિવારજનોએ તપાસ કરવા છતાં કોઇ પત્તો લાગ્યો ન હતો. આ અંગે દિનેશભાઈ પરમારે ઉમરેઠ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે જાણવા જોગ નોંધ લીધી છે.
 

આગળની સ્લાઇડમાં વાંચો,તા.30મીના રોજ પોતાના પિયર ઘૂંટેલી ગામે જવાનું કહીને નીકળ્યા હતા...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Anand district in five persons have gone missing under mysterious circumstances
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext