Home »Madhya Gujarat »Latest News »Anand» Anand Cikhaliya Canals Overflow Due Water Spreed 50 Bighas

આણંદ: ચીખલીયા કેનાલ ઓવરફ્લો, 50 વીઘામાં પાણી ફરી વળ્યું

Bhaskar News, Anand | Jan 10, 2017, 00:26 AM IST

  • ટોલની સીમમાં કેનાલ ઓવરફ્લો થતાં ઘઉંના પાકને નુકશાન થયું હતું.
આણંદ: તારાપુર તાલુકાના ટોલ ગામની સીમમાં સોમવારે ચીખલીયા વિશાખા કેનાલ ઓવરફ્લો થતાં 50 વીઘા જમીનમાં નહેરના પાણી ફળી વળ્યા છે. જેના કારણે ઘઉં સહિતના પાકને નુકસાન થવાની ભીતિ વર્તાઇ રહી છે. જેથી ખેડૂતોને વળતર કોણ આપશે. તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર ટોલ ગામની સીમમાં ચીખલીયા વિશાખા કેનાલ સોમવાર સવારે ઓવરફ્લો થઇ હતી. જેની જાણ કેનાલની આસપાસ આવેલ 50 વીઘા જમીનમાં કેનાલના પાણી એક ફૂટ જેટલા ફરી વળ્યા છે. 
 
10 ખેડૂતોને ભારે નુકસાન થયું છે
 
જેથી ઘઉંનો તૈયાર થયેલ પાક પાણીમાં ડૂબી ગયો છે. અને અન્ય પાકને પણ નુકસાન થયું છે. ખેડૂતોએ નાણાંની તંગી વચ્ચે દેવું કરીને ઘઉંના પાકની વાવણી કરી હતી. પરંતુ સિંચાઇ ખાતાની બેદરકારીને કારણે ઘઉંના પાકમાં પાણી ફરી વળ્યું હતું.જેમાં 10 ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જે અંગે ખેડૂતોએ સિંચાઇ વિભાગમાં રજૂઆત કરીને વળતરની માંગણી કરી હતી. ત્યારે ફરજ પરના સિંચાઇ અધિકારીએ જણાવ્યું હતું કે તમારા પાકના નુકસાન માટે વળતરની જોગવાઇ અમારી પાસે નથી. જેથી આમ કહીને સિંચાઇ વિભાગે હાથ ઉદ્ધર કરી દીધા હતા. તેના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જતાં ભારે વિસામણમાં મુકાઇ ગયા છે.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Anand cikhaliya canals overflow due water Spreed 50 bighas
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext