Home »Madhya Gujarat »Latest News »Anand» Anand Amul And Sagar Were Raised By Rs 20 A Liter Ghee

આણંદ: અમૂલ અને સાગર ઘીમાં લિટરે 20 રૂપિયાનો ભાવવધારો કરાયો

Bhaskar News, Anand | Mar 17, 2017, 02:13 AM IST

  • આણંદ: અમૂલ અને સાગર ઘીમાં લિટરે 20 રૂપિયાનો ભાવવધારો કરાયો,  anand news in gujarati
આણંદ:દૂધના ભાવ વધારા બાદ અમૂલે તાજેતરમાં જ ઘીમાં પણ ભાવ વધારો કરી દેતાં મધ્યવર્ગનું બજેટ ખોરવાયું છે. અમૂલ દ્વારા 4થી માર્ચના રોજ દૂધના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. હજુ ભાવ વધારાથી મધ્યવર્ગને  કળ વળે તે પહેલા ઘીમાં પણ ભાવ વધારો ઝીંકી દીધો છે. 
 
દર મહિને અમૂલ ઘીનું ત્રણ હજાર ટન વેચાણ થાય છે
 
આ ભાવ વધારા પાછળ દૂધ વખતે બહાના ધર્યાં હતાં. આવા જ બહાના ફરી બતાવ્યાં છે. આ અંગે જીસીએમએમએફના એમ.ડી. આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે ‘અમૂલ ઘી અને સાગર ઘીમાં લીટરે રૂા.20નો ભાવ વધારો કરાયો છે. જ્યારે ગાયના ઘીમાં લીટરે રૂા.40નો વધારો કરાયો છે. દર મહિને અમૂલ ઘીનું ત્રણ હજાર ટન વેચાણ થાય છે. ગાયના ફેટ મોંઘો હોવાથી તેના ઘીનો ભાવ વધુ હોય છે.’
 
ઘાસચારામાં છેલ્લા એક વર્ષમાં 25 ટકાનો ભાવ વધારો થયો છે
 
અત્રે ઉલ્લેખનીય છે કે, નવા ભાવ વધારા વાળો માલ આજકાલમાં જ બજારમાં આવતાં લોકોને ભાવ વધ્યાં હોવાનો જાણ થઇ છે. પશુ દાણ અને ઘાસચારામાં છેલ્લા એક વર્ષમાં 25 ટકાનો ભાવ વધારો થયો છે. જેને કારણે દૂધની ઉત્પાદન કિંમતમાં વધારો કરાયો હતો. પશુપાલકોને વળતર વધારે આપવું પડે છે, જેની સીધી અસર દૂધ અને દૂધની બનાવટમાં ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Anand Amul and Sagar were raised by Rs 20 a liter ghee
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended