Home »Madhya Gujarat »Latest News »Anand» Amul Ice Cream TV Ad Controversy Reached In Bombay High Court

આણંદ: અમૂલ આઇસક્રીમની TV જાહેરાતનો વિવાદ બોમ્બે હાઇકોર્ટમાં પહોંચ્યો

Bhaskar News, Anand | Mar 26, 2017, 01:09 AM IST

  • કાયદા પ્રમાણે આઇસક્રીમમાં દૂધની બનાવટોનો જ ઉપયોગ કરી શકાય
આણંદ: અમૂલની આઇસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો ભેદ સમજાવતી અમુલની ટેલિવિઝન જાહેરાતને લઇને વિવાદ સર્જાયો છે. આ જાહેરાતને લઇને ક્વોલિટી વોલ્સ બ્રાન્ડ હેઠળ ફ્રોઝન ડેઝર્ટનું વેચાણ કરનાર બહુરાષ્ટ્રીય કંપની હિન્દુસ્તાન યુનિલીવર(એચયુએલ) દ્વારા  અમૂલ સામે બોમ્બે હાઇકોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે.   
    
કાયદા પ્રમાણે આઇસક્રીમમાં દૂધની બનાવટોનો જ ઉપયોગ કરી શકાય
 
અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરનાર ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ.(જીસીએમએમએફ)ના મેનેજિંગ  ડિરેક્ટર આર.એસ.સોઢીએ જણાવ્યું હતું કે ‘વનસ્પતિ તેલ તથા ફ્લેવર્સનો ઉપયોગ કરી દૂધના ફેટ જેવો સ્વાદ આપવામાં અાવે છે. પ્રશ્ચિમ દેશોમાં માખણ તથા ફેટથી સમૃદ્ધ ડેરી પ્રોડક્ટસનું વેચાણ વધ્યું છે.વનસ્પતિ ફેટથી આઇસ્ક્રીમ કે અન્ય ડેરી પ્રોડક્ટના માત્ર સ્વાદમાં ફરક પડે છે.’ 
 
આઇસ્ક્રીમના ઉત્પાદનમાં દૂધની બનાવટોનો જ ઉપયોગ કરી શકાય છે
 
જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢીએ જણાવ્યું હતું કે ડેરી સહકારી સંસ્થા તરીકે ડેરી ઉદ્યોગ માટે અમારી ફરજ છે કે દૂધ અને દૂધની બનાવટોના કાયદાને પ્રકાશિત કરી દેશના કરોડો દૂધ ઉત્પાદકોનું ભવિષ્ય સુરક્ષિત કરીએ.’ અત્રે ઉલ્લેખનીય છે કે ખાદ્ય સુરક્ષા અને માનક નિયમન(2011) અનુસાર આઇસ્ક્રીમના ઉત્પાદનમાં દૂધની બનાવટોનો જ ઉપયોગ કરી શકાય છે. 
 
આગળની સ્લાઇડમાં વાંચો,ગ્રાહકોની જાગૃતતા માટે પ્રયાસ કરાયો છે...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Amul Ice Cream TV Ad Controversy Reached in Bombay High Court
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended