Home »Madhya Gujarat »Latest News »Anand» Ahmedabad To Anand Daily Journeys Womens Made Five-Kilometer Long Muffler

અમદાવાદથી આણંદ ટ્રેનમાં મુસાફરી કરતી 4 મહિલાએ કર્યું કંઇક આવું, બનશે વર્લ્ડ રેકર્ડ

Bhaskar News, Anand | Apr 05, 2017, 22:43 PM IST

  • અમદાવાદથી આણંદ ટ્રેનમાં મુસાફરી કરતી 4 મહિલાએ કર્યું કંઇક આવું, બનશે વર્લ્ડ રેકર્ડ,  anand news in gujarati
(ટ્રેનમાં રોજ અપડાઉન કરતી મહિલાઓએ ફાજલ સમયમાં મફલર બનાવી તેનું પ્રદર્શન યોજ્યું)
 
આણંદ: અમદાવાદથી આણંદ અને વડોદરા સુધી રોજ ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાઓએ ઉનમાંથી સૌથી મોટો મફલર(સ્કાર્ફ) બનાવવાનો વર્લ્ડ રેકર્ડ બનાવવા જઇ રહી છે. મધર ઇન્ડિયા ક્રોશેટ ક્વીન મેમ્બર્સમાં જોડાયેલી ભારતભરની 200 મહિલાઓ દ્વારા 5 કિમી લાંબો મફલર બનાવવામાં આવનાર છે. જે અંતર્ગત ટ્રેનમાં મુસાફરી દરમિયાન ચાર મહિલાઓ દ્વારા બનાવેલા મફલરનું ટ્રેનમાં જ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. 
 
7 ઇંચ પહોળો અને 80 ઇંચ લાંબો એક મફલર
 
મધર ઇન્ડિયા ક્રોશેટ ક્વીન મેમ્બર્સમાં જોડાયેલા કોમલ પટેલે જણાવ્યું હતું કે “અમે રોજ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઊનમાંથી મફલર બનાવીએ છીએ. 7 ઇંચ પહોળો અને 80 ઇંચ લાંબો એક મફલર બનાવવામાં આવે છે. જેને બનાવવા 6.5 એમએમનો હૂંક વાપરીએ છીએ. મારી સાથે અન્ય મહિલા સભ્યો દ્વારા બનાવવામાં આવેલા મફલરને જોડીને એક 5 કિમી લાંબો મફલર બનાવવા આવશે. જે ભારતમાં સૌથી લાંબો મફલર હોવાનો ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ બનશે. 
 
મફલરનું ટ્રેનમાં જ પ્રદર્શન યોજાયું હતું
 
ગુજરાતની 19 મહિલાઓ આ કાર્યમાં જોડાયેલી છે. જેમાં ટ્રેનમાં મુસાફરી દરમિયાન અમિતાબેન પટેલ, કેતકીબેન શાહ અને વર્ષાબેન પુરોહિત પણ મફલર બનાવવાના કાર્યમાં જોડાયા હતા. ટ્રેનમાં મુસાફરી દરમિયાન માત્ર મફલર જ નથી બનાવતાં પણ સાથે તૈયાર થયેલા મફલરનું ટ્રેનમાં જ પ્રદર્શન યોજાયું હતું. તથા 9મી એપ્રિલના રોજ ગુજરાતની મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા મફલરનું પ્રદર્શન યોજવામાં આવનાર છે. આમ ટ્રેનમાં મુસાફરી દરમિયાન પણ રચનાત્મક કાર્ય કરીને કંઇક નવીન કરવાની પહેલ કરી છે.’
 
વર્લ્ડ રેકર્ડ બાદ મફલર જરૂરિયાતમંદોને અપાશે
 
ઊનમાંથી સૌથી લાંબો મફલર તૈયાર કર્યાનો વર્લ્ડ રેકર્ડ થયા બાદ મફલર છુટા કરીને જરૂરિયાતમંદ વ્યક્તિઓને આપવામાં આવશે. કોમલ પટેલે જણાવ્યું હતું કે “કરમસદના  જલારામ સેવા ટ્રસ્ટમાં મફલર આપવાની ઇચ્છા છે. જેથી જરૂરિયાતમંદ લોકો સુધી મફલર પહોંચી શકે.’
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahmedabad to Anand daily journeys womens Made five-kilometer long Muffler
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended